________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૩૯
કરેલા કાર્યો દ્વારા વ્યક્તિ એવી સુવાસ મૂકતો જાય છે કે તે સુવાસ સદાબહાર બની ફોરમ બનીને વહ્યા જ કરે છે. શ્રી રમણભાઈ આ રીતે ચિરંજીવી રહેશે.
શ્રી રમણભાઈની મહેક તેમનાં સંપર્કમાં આવેલા સર્વ માટે ચિરસ્મરણીય બની રહેશે. તેઓનો આત્મા જ્યાં હોય ત્યાં મહેક પ્રસરાવતો જ રહે અને પ્રભુ તેઓના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.
અમારા વતી, જૈન સમાજ યુરોપનાં ટ્રસ્ટીગણ તથા સભ્યો વતી અને યુ.કેની જૈન સંસ્થાઓ વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તેઓના આત્માને શાંતિ પ્રદાન કરે.
* * * એક સાચા અને સમર્થ સમાજ સેવકની ખોટ પડી છે શ્રી રમણલાલ શાહનું ૨૪મી ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ અવસાન થતાં આપણને એક સાચા અને સમર્થ સમાજ સેવકની ખોટ પડી છે. તેઓએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે તથા પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે ઘણી સારી લોકચાહના મેળવી હતી. સચોટ, માહિતીસભર તથા સરળ ભાષામાં લખેલ અધ્યયન કરવા જેવા તેમના લેખોથી સમાજને જૈન ધર્મનું તથા અન્ય વિષયોનું સુંદર સાહિત્ય મળ્યું છે જે ચિરંજીવ છે અને રહેશે.
તેઓ ગુજરાતી ભાષાના પ્રોફેસર હોવા ઉપરાંત ઘણા બધા વિષયો ઉપર ઊંડી સમજ સાથેનું પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ ખૂબ સાદાઇથી રહેતા. તેમના સાદા પહેરવેશ સાથેનો તેમનો કપડાંનો બગલથેલો તેમના ટ્રેડ-માર્ક જેવો હતો. હું શ્રી મુંબઈ જેન યુવક સંઘનો આજીવન સભ્ય થયો પછી સને ૧૯૯૨-૯૩ થી શ્રી રમણલાલના અંગત પરિચયમાં આવ્યો. તેમના વિવિધ વિષયોના જ્ઞાન તથા સરળ ભાષામાં તેને રજૂ કરવાની તેમની શૈલીથી હું ખુબ જ પ્રભાવિત થયેલ. તેમનામાં માણસ પરખવાની અને તેમની પાસેથી સમાજ ઉપયોગી કામો લેવાની આવડત હતી. કોઇપણ સમસ્યા હોય તેનો શાંતિથી દરેક પાસાનો ચીવટથી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાની તેમની શક્તિ અજોડ હતી. શ્રી મુંબઈ જેન યુવક સંઘને ટેક્ષ કન્સલ્ટન્ટ તથા લીગલ એડવાઇઝર તરીકે માનદ સેવા આપવાની મારી ઇચ્છાને વાચા આપવા શ્રી રમણભાઇએ મને સંઘના કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સ્થાન જ આપી સેવા કરવાનો મોકો આપ્યો તેનો મને આનંદ છે.
|| વલ્લભદાસ રામજી ઘેલાણી, શ્રી મું.જે.યુ.સંઘ કારોબારી સભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org