________________
હ૭૮
શ્રુત ઉપાસક રમણભાઈ
વિશાળ વટવૃક્ષ
| ડૉ. નટુભાઈ (લંડન) મુરબ્બી શ્રી રમણભાઈના અચાનક આ પૃથ્વી ઉપરથી વિદાય થવાનાં સમાચાર સાંભળી આઘાત અને આંચકો અનુભવ્યો. અમે છેલ્લા ૨૩ વર્ષોથી તેઓના પરિચયમાં હતાં. તેઓ એક વટવૃક્ષ સમાન જીવતી જાગતી સંસ્થા હતા. તેઓની વસમી વિદાયથી ભારત તથા ભારત બહાર રહેલાં જેન સમાજને ન પૂરાઈ શકે તેવી ખોટ પડી છે. તેઓએ જૈન ધર્મ તથા સમાજનાં વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો હતો. તેઓએ સમભાવ રાખીને જ્યાં જરૂર પડી છે તેવા પાસાઓને ન્યાય અપાવવા સક્ષમ પ્રયત્ન કર્યો છે.
તેઓના લખાણોથી તથા માર્ગદર્શન હેઠળ મને ઘણું જ શીખવાનું પ્રાપ્ત થયું છે. શ્રી રમણભાઈએ સન્ ૧૯૮૨-૮૩માં જૈન સેન્ટર, લેસ્ટરમાં ૩ માસ માટે માનર્સેવાઓ આપેલી જે હજી પણ ભૂલી શકાઈ નથી. તેઓની દીર્ઘદૃષ્ટિને કારણે જૈનોની એકતા માટે સર્જાયેલા જૈન, લેસ્ટર અંગે તેઓએ અમોને ઘણું પ્રોત્સાહન પૂરું પાડેલું. અમારો સંપર્ક ત્યાર પછી ગાઢ બનતો ગયો અને સન્ ૧૯૮૮માં જૈન સેન્ટરની પ્રતિષ્ઠા વખતે હાજર રહી યોગ્ય માર્ગદર્શન આપેલું.
પ્રતિષ્ઠા પછી પણ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થયું છે ત્યારે તેઓની સાથે વિતાવેલી પળો અવિસ્મરણીય બની રહી છે. તેઓ મારી સાથે જ્ઞાનગોષ્ઠી, જૈન સમાજના પ્રશ્નો, સાહિત્ય અને જેન એકેડેમીક શિક્ષણ અંગે ચર્ચા-વિચારણા કરી પ્રોત્સાહિત કરતાં. તેઓની સાથે મુંબઈ યુનિવર્સીટીમાં ચાલી રહેલા જૈન તત્વજ્ઞાનનાં અભ્યાસ અંગે પણ વાર્તાલાપ થતો.
તેઓની આ અશુભ વિદાયથી આપના કુટુંબને તથા “પ્રબુદ્ધ જીવન” પરિવારને વસમું તો લાગશે જ પરંતુ ભારત અને ભારત બહાર રહેલા જૈન સમુદાય તથા સંસ્થાઓને વણપુરાયેલી ખોટ મહેસૂસ થયા વગર નહિ રહે.
મારા પત્ની શ્રીમતી ભાનુબેને પણ આ સમાચારથી ઘણો જ આઘાત તથા દુઃખ અનુભવ્યું છે. શ્રી રમણભાઈએ પૂરી પાડેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાની કેસેટો તેમની પાસે ઉપલબ્ધ છે જેનાથી તેઓ તેમના ધર્મ શિક્ષણમાં વૃદ્ધિ કરી રહ્યાં છે.
આયુષ્ય કર્મ પાસે કોઈનું ચાલી શકતું નથી. પરંતુ પોતાના માનવજીવન દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org