________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સમજાવતા, પછી એ જૈન શ્વેતાંબર કે દિગંબર યા હિન્દુ કે બૌદ્ધ તીર્થ હોય. પૂ. રમણભાઈ માટે તો પાનાંઓ ભરીને એક પુસ્તક લખાય તોપણ ઓછું પડે. એમની બાલ્યાવસ્થાથી યુવાની અને છેલ્લે ઉત્તરાવસ્થા સુધીમાં જીવનનાં દરેક તબક્કે એમની સુરુચિ અને સમજણ સાથે નિર્દોષ આનંદ તેઓ મેળવી શક્યા
હતા.
માત્ર મને જ નહિ મારા કુટુંબને - મારા પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂઓ સહુને તેમના માટે ખુબ આદર અને અહોભાવ હતો. અમારા ઘરે કોઈ પણ મંગળ કાર્યકરવું હોય તો તેમની હાજરી અમને પ્રેરક અને આશીર્વાદ રૂપ લાગતી. સહુના માટે કોઈ પણ મૂંઝવણ પ્રસંગે કે ધર્મ વિષયક પ્રશ્નના ઉકેલ માટે તો એ અનન્ય સહાયક હતા. તેમની અનુપસ્થિતિ મારા માટે તો એ ન પૂરાય તેવી, અસહ્ય ખોટ છે.
888
એમના વિષે ઘણું ઘણું લખી શકાય તેમ છે. આદરણીય શ્રી ધનવંતભાઈ અને ડૉ. કુમારપાળભાઈએ ખૂબ જ વિસ્તારથી લખ્યું છે.
છેલ્લે હું મારી નમ્ર શ્રદ્ધાંજલિ આપતા, પૂ. શ્રી રમણભાઈએ આપણા સૌના સંયોગ સંબંધે પ્રારબ્ધ-આયુષ્ય વ્યતીત થયે તે દેહસંબંધનો પ્રસંગ નિવૃત ક્યે છે, છતાં જન્મ સાર્થક કર્યો છે. જે આશ્રય પામીને ભાવિ એવા થોડા ભવે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરી શકે, ક૨શે જ. એવી મારી શ્રદ્ધા છે. પૂ. રમણભાઈને હું નતમસ્તકે મારી શ્રદ્ધાંજલિ સમર્પી છું.
જૈન સમાજે એક મહાન Scholar અને પંડિત ગુમાવ્યાં
પર્યુષણ પ્રસંગ આવતા જૈન વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાનો અને રમણભાઈને સાંભળવાનો લહાવો ગુમાવવાનો અફસોસ રહેતો હતો. મુંબઈ આવું ત્યારે સંઘની ઓફિસેથી કેટલીક વાર cassates લેતો હતો અને સાંભળતો હતો. વ્યાખ્યાનમાળા દરમ્યાન અને પછી પણ સેવાભાવી સંસ્થાઓને તેઓ પર્યુષણ પછી પણ Help કરતા રહેતા તે પણ ‘પ્રબુદ્ધ જીવન'માં જાણવા મળતું.
તેઓના અવસાનથી જૈન સમાજે એક મહાન Scholar અને પંડિત ગુમાવ્યાં છે. સામાજિક સંસ્થાઓ પણ તેઓના જવાથી હતાશા અનુભવશે.
C લિ. કિરણ એફ. શેઠ, સરયૂ કે. શેઠ, U.S.A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org