________________
૩૩૬
શ્રુત ઉપાસક રમણભાઈ
ત્રષિતુલ્ય સુશ્રાવક
T બિપિન કે. જૈન પૂ. રમણભાઈ ક્ષર દેહે અમારી સાથે કે અમારા કુટુંબ તથા આપણા સાથે હવે નથી એ વિચાર જ દુઃખદ આશ્ચર્ય ઉપજાવે છે.
હું યુવાવયથી જ પૂ. રમણભાઈના પરિચયમાં આવ્યો જેમણે છેલ્લા વીસ વર્ષમાં અત્યંત ગાઢ સ્નેહથી મને સંકળાયેલો રાખ્યો. એમના સૌમ્ય સ્વભાવ, ગંભીર દેખાતી મુખમુદ્રા સાથે એટલી જ મીઠી રમૂજ સાથે જ્ઞાનગોષ્ઠી નાના બાળક-યુવાનથી માંડીને પ્રૌઢ વયની વ્યક્તિ જોડે તેઓ સમજી શકે તેવી શૈલીથી વાતચીત અને તેમના પ્રશ્નોના સરળ ઉકેલ એ રમણભાઈ જ કરી શકે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ તો ઘણી જ યોજાય છે પણ એ પર્વ દરમિયાન વક્તાની દિવસોના મંથન પછી પસંદગી અને તેના માટેનો શ્રમ ખરેખર તેઓ જ કરી શકે. એક વ્યાખ્યાનમાળા પૂરી થયે ફક્ત પાંચ મિનિટમાં એ વ્યાખ્યાનનો સારાંશ ખૂબ સરળતાથી સમજાવી શકે જે શ્રોતાગણને સંર્પણ સમજાઈ જાય.
અમે ચાર મિત્રો એમની સાથે પરદેશના પ્રવાસે ગયેલા, તેમાંય ખાસ કરીને રશિયા અને ઈન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન ત્યાંની પ્રજા-સંસ્કૃતિ-ધર્મ અને બીજી વિવિધતાઓ એમના સાંનિધ્યમાં સારી રીતે સમજવા મળતી.
પરદેશમાં પણ શ્રાવકના તેમના રોજના નિયમો પ્રાર્થના-સામાયિક તેઓ નિયમિત કરતા એનું એક દૃષ્ટાંત આપું. રશિયાની અમારી યાત્રા દરમિયાન મારા મિત્ર જે એમના હોટેલ રૂમના પાર્ટનર હતા એમણે મને જણાવ્યું કે રમણભાઈ આખા દિવસનો થાક છતાં આ વયે રાતે માંડ બે કલાક ઉધ્યા હશે. મેં કુતૂહલથી રમણભાઈને કારણ પૂછયું તો તેમણએ મધુર જવાબ આપ્યો. બે દિવસના ચાર સામાયિક બાકી હતા એટલે રાત્રિના સમયે નિરાંત હોવાથી શાંત ભાવે હું કરી શક્યો.
આ પ્રવાસ દરમિયાન મારો પુત્ર ચિ. રાજ સાથે હતો. એણે કહ્યું પપ્પા આવું આપણાથી ક્યારે થઈ શકશે?
ભારતના કેટલાયે જૈન તીર્થોમાં તેમની સાથે જવાનો સુઅવસર અમને પ્રાપ્ત થયો છે. એ વખતે તીર્થોનો ભવ્ય ઈતિહાસ પૂરી ધાર્મિક સમજણ સાથે અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org