________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૩૫
જવામાં અવગડ ના પડે. રશિયામાં શાકાહારી ભોજનનાં ફાંફાં હતા તો જૈન ભોજનની તો વાત રશિયનને કેવી રીતે સમજાવવી? મૉસ્કોનું રેડ (લેનિન) સ્ક્વેર કે લેનિન ગ્રાડનું હેરીટેઠ મ્યુઝિયમ માત્ર એકવાર જુઓ તોય બીજા દિવસે ઊભા ન થઈ શકો આવી હાલતમાં રમણભાઈ ઘણીવાર ફક્ત દૂધ-બ્રેડથી આખો દિવસ ચલાવી લેતા. રશિયાનાં પહાડો ઉપર કોઈવાર ભક્તામર સ્તોત્રનો પાઠ અમારી સાથે ક૨તા અને મંત્રોચારનો પવિત્ર ધ્વનિ રશિયામાં બધે ફેલાય એવી ભાવના ભાવતા. મોરેશિયસમાં અમારા મિત્ર શ્રી રામફલનાં ૧૪૦૦ એકરનાં ફાર્મમાં આખો દિવસ ખેતી બાબતનાં નિરીક્ષણ માટે ફરેલા. ફ્રેન્ચ અને હિન્દુ સંસ્કૃતિનાં સંગમને રસપૂર્વક માણતાં અને દરિયાનો લહાવો પણ લેતા. પ્રવાસની દૈનિક નોંધ લખતા.
રમણભાઈ સાથે પ્રવાસ એટલે પ્રસન્નતાની પાંખે ઊડવાનું. અમને એકલા મૂકીને તેમણે તો જીવન-પ્રવાસ પૂરો કર્યો. અત્યાર સુધી મુશ્કેલીમાં માર્ગદર્શન માટે જતા તો તેમનું સહજ સ્મિત જ ઉકેલ બની જતું. હવે ક્યાં જશું ? રમણભાઈ ચેતન-ગ્રંથ તો હતા જ. તેથીય વધુ અમારા માટે તો નિગ્રંથ-ચેતના ધરાવતા. એકવીસમી સદીના આદર્શ શ્રાવક હતા. વિદ્વતાનો ભાર નહીં. માત્ર કરુણાની હળવાશ સંયોગોને અનુકૂળ કે પ્રતિકૂળનું લેબલ આપે જ નહી. સાક્ષીભાવનું એ જીવન શાશ્વત જ રહેવાનું.
સમ્યક દર્શનની ઘણી જ નજીક હતા.
.સદ્ગતશ્રી જયા૨થી વધુને વધુ અંતર્મુખ થતા ગયા તેમ તેમ તેઓનું દર્શન વધુને વધુ સ્પષ્ટ અને ઉજ્જવલ થતું ગયું. તેઓ સમ્યક દર્શનની ઘણી જ નજીક હતા. જે એમના તત્ત્વદર્શનના પુસ્તકોમાં પ્રગટ થતી સહજ, સરળ, ઉચિત ભાષાલબ્ધિથી સમજાય છે. સમ્યક શ્રુતની સેવા કરી સાચા અર્થમાં યાત્રી બન્યા છે. જૈનશાસને એક વિરલ સક્રિય મહાન ગુણાનુરાગી સિતારો ગુમાવ્યો છે. એમની સાચી સ્મરણાંજલિ ભવપ્રવાસી મટી યાત્રી બનવામાં જ છે.
D બાબુભાઈ સી. શાહ, વલસાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org