________________
૩૩૪
શુત ઉપાસક રમણભાઈ
મહાન ગ્રંથોનું સુંદર ભાવાનુવાદ કરીને સમાજ માટે નજરાણું મૂકતા ગયા.
આધુનિક સમયમાં હજારો યુવાનોને જૈન ધર્મનાં માર્ગે વાળનાર શ્રી રાકેશભાઈ જેવાનાં આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પીએચ.ડી.ની થિસિસ લખવા માટે માર્ગદર્શક બનીને રમણભાઈએ નવી પેઢીની વિશિષ્ટ સેવા કરી. થિસિસનાં ચાર દળદાર ગ્રંથો અમોને ભેટ આપવા રમણભાઈ અમારે ઘેર પધારેલા. જૈન કલામાં મને રસ હોવાથી, શ્રી યશોવિજયજી મહારાજનો કલા-સંગ્રહ બતાવવા મને પાલિતા લઈ જતા. શ્રી બિપીનભાઈ જૈન સાથે પણ પાલિતણાની યાત્રા કરેલી. ધર્મશાળામાં જગ્યાની અછત હોય તો સારો ખંડ અમને અપાવતા. પરોઢિયે ખંડની બારીમાંથી શંત્રુજય પહાડનાં દર્શન થાય તેવા ખંડને પસંદગી આપતા. ભાવનગરમાં બિપીનભાઈ તંબોલી જેવા જૈન વિદ્વાન ઉદ્યોગપતિ તેમ જ શ્રી મનુભાઈ જેવા સમાજ સેવક સાથે અમોને પરિચય કરાવતા. તારાબેનનાં માતુશ્રી, માસીજી તેમ જ માતાજીને હંમેશ યાત્રામાં સાથે લેતા. મુરબ્બી તરીકે તેમની ઘણી સંભાળ રાખતા અને સહજ રમૂજ પણ કરતા.
જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠનાં સમારોહમાં બનારસ સાથે ગયા. ત્યાં પણ એક વૃદ્ધ પ્રોફેસરની પ્રાચીન સમયની ઝાંખી કરાવતી થિસિસ છપાવવા માટે એક ગૃહસ્થ તરફથી મોટી રકમ અપાવી. બનારસમાં અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝનાં ડાયરેક્ટર ડૉ. શ્રી મધુસૂદન ઢાંકી દ્વારા ઈન્સ્ટીટ્યુટમાં રખાયેલો, લગભગ પચાસ હજાર જેટલી ભારતનાં મંદિરાની સ્લાઈડનો સંગ્રહ, ફૂગ ન લાગે તે માટે વિશાળ એર-કન્ડિશન્ડ લાઈબ્રેરીમાં રાખેલો જોયો. દરેક સ્લાઈડ સાથે મંદિરનાં સ્થાપત્યનાં એન્જિનિયરિંગ ડ્રોઈંસ્ પણ જોવા મળ્યા. ડૉ. ઢાંકી અને ડૉ. જીતુભાઈ, જે અમદાવાદમાં જૈન રિસર્ચ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેઓ બન્ને અવારનવાર મુંબઈ અમારે ઘેર રમણબાઈ જોડે આવતા અને એમનાં નિગ્રન્થ સાહિત્યની શોધખોળનાં અમૂલ્ય પુસ્તકોની ભેટ અમને આપતા.
પરદેશનાં પ્રવાસની એક પણ તક રમણભાઈ ચૂકતા નહીં. રશિયા તેમ જ મોરેશિયસની ટ્રીપ બિપીનભાઈ જૈન સહિત અમો ત્રિપૂટી બંધુએ સાથે કરી. પ્રવાસ દરમિયાન દરેક સ્થળ જોવાનો આગ્રહ રાખતા. દિવસ દરમ્યાન પ્રવાસમાંથી સમય ન મળે તેથી સવારે ત્રણ વાગે ઊઠીને બે ત્રણ સામાયિક કરી લેતા. રૂમમાં જગા ન હોય તો ખૂણામાં સંકોચાઈને બેસી જતા જેથી અમોને રાત્રે બાથરૂમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org