________________
ચુત ઉપાસક રમણભાઈ
૩૩૩ ઋષભદેવે પુત્રોને સંસારની અસારતાનો બોધ આપ્યો. તે સંવાદ શ્રી જંબુવિજયજીનાં મુખેથી અત્યંત ધીમા સ્વરે અર્ધમાગધીમાં સાંભળ્યો ત્યારે રમણભાઈનાં મુખારવિંદ ઉપર જે વિતરાગતા જોઈ તે અવિસ્મરણીય છે. પંજાબના એક શિષ્ય સાથે શ્રી જંબુવિજયજી મ.સા. સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા તે સાભળતી વખતે પણ પ્રાચીન સમયનું વાતાવરણ ઊભું થતું.
કચ્છ-ભુજનાં ૪૦૦ વર્ષ પ્રાચીન અચલગચ્છ સંઘનાં દેરાસરનું - ધરતીકંપ પછીનો જીર્ણોદ્ધાર અમારા કુટુંબે કરાવેલો. રમણભાઈને વિનંતિ કરી કે તેમનાં શુભ હસ્તે દેરાસરની નૂતન ધજા ચઢ. ફક્ત ચોવીસ કલાકની નોટિસમાં તેમણે આવવાનું કબૂલ કર્યું અને અચલગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર સૂરિની નિશ્રામાં પ્રસંગ દીપાવ્યો. સાધ્વી શ્રી મોક્ષગુણો શ્રીજીની પીએચ.ડી.નાં ગાઈડ તરીકે રમણભાઈ હતા. પોતાની અગવડ વેઠીને પણ સાધ્વીજીની દેનિક સમાચારીમાં વિક્ષેપ ન પડે તે રીતે પઠન કરાવતા.
જૈન સાહિત્ય સમારોહના આયોજન માટે રમણભાઈ ચીવટપૂર્વક પરિશ્રમ લેતા. ભાગ લેનાર ઓછી-વધુ પ્રતિભા ધરાવનાર, દરેક વિદ્વાનોનું સમાનતાપૂર્વક સન્માન કરતા અને જૈન ધર્મનાં વિવિધ વિષયો પર વધારે ઊંડી શોધખોળ કરવા માર્ગદર્શન આપતા. કચ્છ-માંડવીનાં સાહિત્ય સમારોહ વખતે શ્રી વિસનજી લખમશીના નેતૃત્વ હેઠળ કલ્પસૂત્ર ધરાવતી, પચાસ શણગારેલી બળદગાડી સાથે, રથયાત્રાના આયોજન માટે કચ્છનાં લોકો હજુ રમણભાઈને યાદ કરે છે. રાજા કુમારપાળ વખતે, હાથીની અંબાડીમાં હેમ-વ્યાકરણનાં વરઘોડાની ઝાંખી થતી હતી.
છેવટે કચ્છ-લાયજામાં આચાર્ય શ્રી કલાપ્રભસાગર સૂરિની નિશ્રામાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહ વખતે અમોને પ્રેમથી લઈ ગયેલા લાયજાનાં સુંદર સ્વચ્છ ગામમાં. જ્યાં દરેક રસ્તા સિમેન્ટનાં છે. ત્યાં વૈભવશાળી મકાનો વચ્ચેથી સાધુસાધ્વી અને ઠસ્સેદાર શ્રાવક-શ્રાવિકા સાથે નીકળેલો વરઘોડો પ્રાચીન પરંપરાને જીવંત બનાવતો હતો. મેડીનાં મોલેથી મોરનાં ટહુકા બેન્ડવાજાનાં સંગીત સાથે સાથ પુરાવતા હતા. કચ્છ-નાનીખાખરમાં શ્રી બિપીનભાઈ જૈનના વાડીનાં બંગલે અમો ત્રિપૂટી બંધુ વિશ્રામ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા.
સાયલાના શ્રી લાડકચંદબાપાનાં આશ્રમમાં સાધુ જીવન જેવી પવિત્રતા જાળવીને “અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર” જેવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org