________________
૩૩૨
શ્રુત ઉપાસક રમણભાઈ
ચિત્રકૂટ-મુંબઈનાં અમારા ઘરમાં ઘર-દેરાસર હતું જે અગાઉનાં માલિક, શેરદલાલ શ્રી માણેકલાલ ચુનીલાલે કરાવેલું, પરંતુ મૂર્તિ તેઓ પોતાનાં નવા ઘરે લેતા ગયેલા. એક વખત ચોપાટીનાં દેરાસરમાં અંજન-શલાકા માટે મૂર્તિઓ આવેલી જેમાંની અમુક મૂર્તિઓ દેરાસરની જરૂરત કરતા વધારે હતી. રમણભાઈનાં મનમાં હતું કે ગુલાબભાઈને ઘર-દેરાસર માટે મૂર્તિ જોઈએ છે તેથી આ તકનો લાભ લઈ તેમણે મહારાજસાહેબને વિનંતિ કરી અને તેમની સંમતિ મળ્યાથી, વસંતપંચમી ૧૯૭૫નાં શુકનવંતા દિવસે, રમણભાઈ સ્વયં ખુલ્લા પગે, પોતાનાં હાથમાં, દોઢ ફૂટ, આરસપહાણની શ્વેત, બાળ-સ્વરૂપ મુખારવિંદ ધરાવતી ભગવાન શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ લઈ અમારે ઘેર પધાર્યા અને દર્શનીય મૂર્તિ તરીકે અમારા ઘર દેરાસરમાં તેની સ્થાપના કરી. ત્યારથી અમારા બાળબચ્ચાંઓમાં જૈન ધર્મ માટે નવો અંકુર ફૂટ્યો. ૩૦ વર્ષથી આ મૂર્તિમાં જિનેશ્વરનાં દર્શન સાથે અમે રમણભાઈની સહજ કરુણાનાં દર્શન પણ કરીએ છીએ. કુસુમે ત્યાર બાદ આયંબિલની નવ ઓળી કરી જેની પૂર્ણાહુતિ વખતે રમણભાઈએ હસતાં હસતાં કહ્યું, ‘‘કુસુમબેન, જે વ્યક્તિ આયંબિલની નવ નવ ઓળી કરે, તે વ્યક્તિ કંદમૂળ કેમ ખાઈ શકે ?'' હળવાશથી કરેલ, આટલી સરળ સૂચનાની ધારી અસ૨ થઈ અને કુસુમે કંદમૂળનો આજીવન પર્યંત ત્યાગ કર્યો. આમ રમણભાઈ સાથેનાં સાધારણ પ્રસંગો અસાધારણ કામ કરી જતા.
ભૂતકાળ તેમ જ વર્તમાનકાળનાં દરેક જૈન ફિરકાનાં મહાનુભાવોનીપ્રબુદ્ધતા તેમ જ લાક્ષણિક્તા દર્શાવતા અભ્યાસપૂર્ણ છતાં રસિક જીવનચરિત્રો લખીને રમણભાઈએ યુવાન વર્ગમાં જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અનુરાગ પેદા કર્યો. ૨૫૦૦ વર્ષથી ભગવાન મહાવીર સ્વામીની પછેડીનાં પ્રતીક સાથે, વીસમી સદીની પ્રતિકૂળતાઓ સહન કરી, જૈન તત્વની અસ્મિતા ટકાવી રાખનાર સાધુ-સાધ્વીનાં સમુદાય માટે રમણભાઈને ગૌ૨વ હતું. ધર્મના ધુરંધર ગણી શકાય તેવા શ્રી જંબુવિજયજી, શ્રી પ્રદ્યુમનવિજયજી મહરાજસાહેબ જેવી વિરલ વિભૂતિઓ પાસે આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, પંચસૂત્ર જેવા ગહન વિષયોની વાંચના માટે દૂરનાં ગામો જેવાં કે સમી (વિરમગામ), નાના આસંબીયા (કચ્છ) જેવાં એકાંત સ્થળોએ અમને લઈ જતા. વાંચનમાં વિક્ષેપ ન થાય અને ઉચ્ચ કક્ષા જળવાઈ રહે માટે શ્રોતાની સંખ્યા નાની રાખતા. ભરત અને બાહુબળ સિવાયના અઠ્ઠાણું પુત્રોએ તેમનાં પ્રત્યે થયેલી ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું ત્યારે પિતાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org