________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૩૧
કોમર્શિયલ આર્ટની સ્નાતક હતી, તેને સોંપતા. કવર તૈયાર થયા પછી આરતીને અભિનંદન આપતા અને કવરનાં ડિઝાઈનર તરીકે આરતીનું નામ પણ પુસ્તકમાં છાપતા.
વ્યાખ્યાનમાળામાં હર વખતે પ્રથમ વ્યાખ્યાન રાજકોટથી પધારતા શ્રી શશિકાંતભાઈ મહેતાનું રહેતું. રમણભાઈ દ્વારા શશિકાંતભાઈ સાથે મુંબઈ તેમ જ રાજકોટમાં ગાઢ પરિચય થયો અને સત્સંગનો લાભ મળ્યો.
દેવલાલીમાં શ્રીમદ્ રાજચંદ્રનાં મંદિર સામે રમણભાઈનો બંગલો હતો તેથી અમોને પણ ત્યાં બંગલો લેવાનું મન થયું. એક વૃદ્ધ બાપાનાં એ જ સોસાયટીમાં પાંચ બંગલા હતા. રમણભાઈએ તેમને કહ્યું કે અમારા મિત્ર ગુલાબભાઈને બંગલો ખરીદવો છે તો તમારો કોઈ પણ બંગલો, વાજબી ભાવે તેમને આપો. બાપાને થયું કે રમણભાઈને તો કાંઈપણ આગ્રહ છે નહીં તો તદ્દન ખૂણામાનો તેમનો જલદી ન વેચાય તે બંગલો તેમણે આપી દીધો. રમણભાઈ કે અમોએ ખરીદી પછી એકાદ વર્ષ બાદ બંગલો જોયો. ખૂણામાં આવેલ હોવાથી, બંગલાનો બગીચો અમે અમારી રીતે બનાવી શક્યા અને અમારો બંગલો સોસાયટીમાં ઘણો આકર્ષક બની ગયો. રમણભાઈનાં નિરાગ્રહીપણાનું સારું ફળ અમને મળ્યું. ત્રીસ વર્ષ પહેલા લીધેલા આ બંગલાને કારણે અમારા જીવનને પણ નવો આધ્યાત્મિક વળાંક મળ્યો જેને માટે અમો રમણભાઈનાં ઋણી છીએ.
દેવલાલીમાં જ રમણભાઈને બંગલે એક વખત કુસુમને સફરજનની છાલ ગળામાં અટકી જવાથી શ્વાસ બંધ થઈ ગયો. છેલ્લો શ્વાસ લેતી હોય તેવી મૂંઝવણ થઈ. રમણભાઈએ સમયસૂચકતા વાપરી, કુસુમની પીઠ પર જોરદાર ધબ્બો માર્યો ને છાલ નીચે ઉતરી ગઈ અને કુસુમનો જીવ બચી ગયો. એન.સી.સી.ની તાલીમને લીધે વિનમ્ર સ્વભાવી રમણભાઈ જરૂર પડે કઠોરતાથી ધબ્બો પણ મારી શકતા હતા. એક વખત તારાબેન અને રમણભાઈ દેવલાલીથી મુંબઈ ટ્રેનમાં જવાનાં હતાં જેનું બે ટીકીટોનું રિઝર્વેશન તેઓએ અગાઉથી કરાવેલું. અમારા ઘરકામ કરનારા ૧૮ વર્ષનાં રામમિલનને પણ મુંબઈ તે જ દિવસે જવું જરૂરી હતું પણ તહેવારની ગિરદીને કારણે રિઝર્વેશન નહોતું મળ્યું. રમણભાઈ અને તારાબેન પોતાની બે સીટોમાં રામમિલન સહિત ત્રણ જણાં બેસી મુંબઈ ગયાં. આવી હતી તેમની નિષ્કામ કરુણા. નોકર કે શેઠનો ભેદ તેમણે કદી રાખ્યો નહોતો અને પોતાની અવગડે, બીજાની સગવડનો ખ્યાલ કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org