________________
૩૩૦
પરમ સખા I ગુલાબચંદ શાહ
પરમમિત્ર રમણભાઈના નામ આગળ ‘‘સ્વ’’ જોડવું સ્વીકારી શકાતું નથી, સિવાય કે સ્વનો અર્થ સ્વજન થાય. અમારા જીવનમાં સહજ પરિવર્તન લાવનાર, આવા સ્વજનના, ૪૦ વર્ષના સહવાસમાં બનેલા, આત્મીય પ્રસંગો, પ્રબુદ્ધ જીવનના પ્રિય વાચકો સમક્ષ રજૂ કરું છું.
રમણભાઈનો પુત્ર અમિતાભ અને મારો પુત્ર નિર્મલ આઈઆઈટી કાનપુરમાં ભણતા હતા. વેકેશનમાં મુંબઈ આવેલા ત્યારે એક વહેલી સવારે રમણભાઈનો ફોન આવ્યો. ‘‘ગુલાબભાઈ, નિર્મલનો સામાન બાંધો - તેને જાપાન જવાનું છે.’’ હું તો સ્તબ્ધ થઈ ગયો. રમણભાઈનાં પત્ની તારાબેનના પિતાશ્રી જાપાનની વિખ્યાત મીટુટોયો પ્રીસીશન મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ કર્યું.નાં ભારતનાં એજન્ટ હતા. તેમની ફેક્ટરીમાં તાલીમ માટે કંપનીએ બે યુવાનોને સ્પોન્સર કરેલા. આ માટે રમણભાઈએ અમિતાભ સાથે નિર્મલની પસંદગી કરેલી. જાપાન પછી વર્લ્ડ-ટૂર કરી પાછા આવવાનું હતું. વર્લ્ડ-ટૂરમાં પણ રમણભાઈનાં મિત્ર ચંદેરીયા ફેમિલીનો સહકાર હતો. ૨૦ વર્ષની નાની વયે, અમારા એક જ સંતાનને આટલી મોટી તક ઘ૨ બેઠા મળે તે જાણીને અમો ભાવવિભો૨ થઈ ગયા. ૨મણભાઈનાં અવાજમાં મહેરબાનીનો ભાવ સુદ્ધાં નહોતો. સહજ આત્મીયતાની હળવાશ હતી તે અમોને સ્પર્શી ગઈ. પાંચ વર્ષનાં આઈ.આઈ.ટી. કાનપુર પછી અમારા બન્નેના પુત્રોને અમેરિકા જવાનું થયું. બન્નેની માતાઓ, તારાબેન અને કુસુમને અમિતાભનિર્મલની કુશળતાની ફિકર રહેતી અને એકબીજાને આશ્વાસન-પ્રોત્સાહન આપતાં.
શ્રુત ઉપાસક રમણભાઈ
નિર્મલ અને અમારી પુત્રવધૂ આરતી બન્ને કંઠય સંગીતની તાલીમ લેતાં. મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં ગાવાનું આમંત્રણ તેઓને અવારનવાર રમણભાઈનાં સૂચનથી મળ્યા કરતું. જૈન સ્તવનોની પસંદગી માટે રમણભાઈ તરફથી માર્ગદર્શન મળતું. ભજનનાં આ પ્રયોગોથી યુવાન દંપતીમાં જૈન ધર્મ પ્રત્યે જીજ્ઞાશા અને અહોભાવ વધ્યા. જેનું નિમિત્ત રમણભાઈ બન્યા. રમણભાઈ પોતાનાં પુસ્તકોનાં કવરની રંગીન ડિઝાઈન અને છપાવવાનું કામ આરતી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org