________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૨૯
કરવામાં નિષ્ણાત અને સત્યભાષી સચોટ નીડર ટીકાત્મક વિવેચક હતા. પ્રખર પ્રવકતા સાથે નેતૃત્વના ગુણધારી મિલિટરી ડિસિપ્લિનમાં માનતા. ધર્મ તથા વિજ્ઞાનના વિષયમાં ગુજરાતી અને અંગ્રેજીમાં તેમણે વિશાળ મનનીય અભ્યાસપૂર્ણ સાહિત્યનું સર્જન કરેલું છે. માનવતાના મહારથી આ મહાનુભાવે અનેક સંસ્થાના ઉદ્ધાર માટે માતબર ૨કમમાં અનુદાન એકઠું કરીને સુપરત કરેલું છે.
નાટ્યકલા, કવિતા, ધર્મ, તત્ત્વજ્ઞાન, પ્રવાસ, જૈન સાહિત્યના સંશોધનો, તમામ ક્ષેત્રે નિપુણતા મેળવનાર ડૉ. રમણભાઈએ પોતાના જીવનકાળ દરમ્યાન સંશોધન-સંપાદન– વિવેચન-પ્રવાસ કથા-જીવનચરિત્ર, નિબંધ, એકાંકી વગેરે ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
જૈન શાસ્ત્રકારને વફાદાર, જિનવાણીના પૂરેપૂરા અભ્યાસુ, ઉત્સૂત્ર ભાષણથી સદાય સાવધાન, જૈન અનુષ્ઠાનના ભાવોલ્લાસપૂર્વકના અપ્રમત્ત આરાધક, દુનિયાભરના યાત્રા પ્રવાસથી મેળવેલું જાત અનુભવનું જ્ઞાન, અને તેમના અનેક વિષયના સાહિત્ય સર્જનમાં વર્ણવાયેલું નિરૂપણ, મૈત્રી-પ્રમોદ- કારુણ્ય અને માધ્યસ્થ ભાવથી ભરેલા સાચા અર્થમાં શ્રાવક, ધર્મશ્રદ્ધાળુ અને આટલી બહુમુખી પ્રતિભા હોવા છતાં વિનમ્ર, નિખાલસ, સરળ સ્વભાવી શ્રી રમણભાઈ જૈનશાસનનું અણમોલ રતન હતું.
એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી અપ્રમત્ત ભાવે જીવન સાધના કરીને સ્વ. પરનું શ્રેય કરીને આત્મકલ્યાણ કર્યું છે.
YES WE MISS HIM A LOT FOR A LONG
જીવનમાં ઘણું કમાઈ ગયા
મુ.શ્રી રમણલાલભાઈ જાતે જીવનમાં ઘણું કમાઈ ગયા. એમના નિધનથી આપણે - સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. એમણે અંગત જીવનમાં કુટુંબજીવનમાં, સામાજિક ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, શિક્ષણ - ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, મહાન પ્રદાન કરીને પોતે પામી ગયા અને અન્યને પમાડી ગયા.
મારા જેવા ફક્ત શ્રોતા એવા નાના બાલવિદ્યાર્થીને તેઓ વાત્સલ્યથી સ્મિત અને પ્રેમ સાથે આવકારતા. ‘‘કોઈ નાનું નથી એમ કહીને આગળ વધવા પ્રેરતા. એમની મહત્તા એમની સાદાઈમા-સરળતામાં-મળતાવડાપણામાં હતી.’’ I લિ. જશવંત શાહ, બાલવિદ્યાર્થી, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org