________________
૩ ૨૮
શ્રુત ઉપાસક રમણભાઈ
બહુમુખી પ્રતિભા
| પ્રવીણભાઈ સી. શાહ એક સમય એવો હતો કે કલાક્ષેત્રે, ફિલ્મીક્ષેત્રે ભારતભરમાં અમુક થોડીક જ વ્યક્તિ નામાંકિત-પ્રસિદ્ધ જોવા મળતી પણ જ્યારથી ટી. વી. સિરિયલો જોવા મળી ત્યારથી કેટકેટલા કલાકારો, સંગીતકારો, નાટ્યકલાકારો અને ફિલ્મી ક્ષેત્રે ખૂણે ખૂણે છૂપાયેલી વિભૂતિઓ જાહેરક્ષેત્રે પ્રસિદ્ધિ પામી છે. ખૂણામાં અનેક ક્ષેત્રમાં છુપાયેલી પ્રતિભાઓને પ્લેટફોર્મ મળ્યાની તક મળતાં જ ઝળકી
ઉઠી.
જૈન શાસનમાં વિદ્વતાના ક્ષેત્રે નાની-મોટી પ્રતિભાઓને વ્યાખ્યાનમાળાના માધ્યમથી તથા સેમિનારના પ્લેટફોર્મ ઉપર બોલાવીને શ્રી રમણભાઈએ કેટલીય વિદ્વાન વ્યક્તિઓને પ્રોત્સાહન આપી જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ધ કરી છે.
ઈ. સ. ૧૯૯૦ આસપાસ મુંબઈ બિરલા કેન્દ્રમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં માત્ર ગુણવત્તાના આધારે લાગવગ કે ઓળખાણ વિના જ્યારે શ્રી રમણભાઈએ વાત્સલભર્યા આમંત્રણથી મને બે વાર તક આપી ત્યારથી સ્વાધ્યાય અને સેમિનારના મંડળોમાં ભાગ લઈને મારી શક્તિ વિકસાવવાનો પુરુષાર્થ જાગ્યો અને અમેરિકા- લંડન-કેનેડા-આફ્રિકા-ગલ્ફના દેશોમાં સ્વાધ્યાય કરવાકરાવવાનો અને ધર્મની પ્રભાવના કરવાના મહા પુણ્યનો લાભ આજ સુધી મળતો રહ્યો છે. અંધારામાં અમદાવાદના ખૂણે પડી રહેલા નાના કોડિયામાં તેલ પૂરીને મારામાં આવી શક્તિ છુપાયેલી છે તે પારખુ ઝવેરી રમણલાલના ધ્યાનમાં આવી અને મારા જેવી કેટલીએ પ્રતિભાઓ એમણે પ્રજ્વલ્લિત કરી. આટલી વાત મારા અંગત જીવનમાં તેમણે કરેલા ઉપકારની થઈ.
જ્યારે જ્યારે જાહેર સભામાં-સેમિનારમાં તેમણે કરેલા પ્રવચનોમાં-પ્રવચનો પછી કરેલી સમીક્ષામાં, કાર્યક્રમના સંચાલન કે પ્રમુખપદે કે અધ્યક્ષતાના આસન ઉપર બિરાજેલા જોયા- સાંભળ્યા-તેમના સર્વાગી વ્યક્તિત્વનો અનુભવ થયો ત્યારે એમની બહુમુખી પ્રતિભાના વર્ણન કરતાં પાનાનાં પાનાં ભરાય એટલા પૂજ્ય ભાવના ઉગારો હૈયામાં ઊભરાય છે.
તેઓ એક અજોડ અધ્યાપક-પ્રાધ્યાપક હતા. વિષયની સમીક્ષા અને છણાવટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org