________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૩૨ ૭.
હતા.
તેમના માટે અભ્યાસી, સંપાદક, સંશોધક, તત્ત્વચિંતક, નિબંધકાર, નાટ્યકાર, અનુવાદક, મેજર એવા ગમે તેટલાં વિશેષણો યોજો. એ બધાંથી આગળ તે એક અદના આદમી હતા તે બાબત મહત્ત્વની છે. તેમણે પોતાને ઘૂંટ્યા કરવાને બદલે પોતાને સતત વિખેરી નાખવામાં આનંદ લૂંટ્યો છે. ચાલશે, ભાવશે ને ફાવશે સૂત્રને જીવનાર રમણભાઈ તેથી જ જ્યાં જાય, જે ઉમરવાળાની સાથે બેસે ત્યાં તેઓ ત્યાંના અને તેમના જેવા જ થઈ રહેતા. આબાલ-વૃદ્ધ સૌને તેથી ૨. ચી. શાહ માટે ભીતરનો પ્રેમ રહ્યો છે.
ક્ષર દેહે રમણભાઈ નથી પણ તેમણે મારા પરત્વે દાખવેલી મમતા તો મારી હૃદયદાબડીમાં એમ જ અકબંધ રહેશે. રમણભાઈ શીલ અને સાત્વિકની મહેક
* * * વિદ્યા અને ધર્મની ઉપાસનાને વરેલું હતું તેમનું જીવન આપણી ભાષાના અગ્રણી અભ્યાસી, સંશોધક, વિવેચક, સંપાદક, વિદ્યાનિષ્ઠ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપક ડૉ. રમણલાલ ચીમનલાલ શાહના અવસાનથી વિદ્યાજગતને મોટી ખોટ પડી છે. વિદ્યા અને ધર્મની ઉપાસનાને વરેલું તેમનું જીવન એક અખંડ યજ્ઞ સમાન હતું. ૭૯ વર્ષના આયુષ્યમાં તેમણે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કર્યા હતાં. પણ અપરિગ્રહના આદર્શને અપનાવીને તેમણે પોતાનાં તમામ પુસ્તકોના કોપીરાઇટનું વિસર્જન કર્યું હતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અને પછીથી મુંબઈ યુનિવર્સિટીમાં તેમની પાસે અભ્યાસ કરનારા અસંખ્ય વિદ્યાર્થીઓના તેઓ માત્ર માનીતા પ્રાધ્યાપક જ નહોતા, પણ તેઓ દરેક વિદ્યાર્થીના આપ્તજન બની રહેતા. તેમની પાસે એક વાર અભ્યાસ કરનાર તેમને ક્યારેય ભૂલી ન શકે એવું પ્રેમાળ તેમનું વ્યક્તિત્વ હતું.
તેઓ ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ હતા ત્યારે, અને એ સિવાય પણ સભાની પ્રવૃત્તિઓમાં રસ લઈ યોગ્ય માર્ગદર્શન આપતા. સભા સાથેના તેમના લાંબા અને સક્રિય સંબંધને કારણે અમારા સૌના મનમાં તેમને માટે સવિશેષ સ્નેહાદર હતાં.
આ આઘાત સહન કરવાનું બળ મળે એવી પ્રાર્થના સાથે ફાર્બસ ગુજરાતી સભા આ ઠરાવ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. ફા.ગુ.સભાનાટ્રસ્ટીઓ અને કારોબારી સમિતિના સભ્યો વતી
| | દીપક મહેતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org