________________
૩૨૫
શ્રુત ઉપાસક રમણભાઈ અનેક વાનાંમાં તેમની ગતિ જોવાય છે. પણ એ બધું છેવટે વળ ખાતું આવીને અટકે છે તે જીવનના વિધાયક અવાજ ઉ૫૨.
મારે ત્યાં સામયિકો તો ઠીક ઠીક આવે છે. પણ ‘પ્રબુદ્ધ જીવન’ની હું હંમેશાં વિશેષ રૂપે રાહ જોતો. ખાસ તો એમાં તેમના વિસ્તૃત, મનનપૂર્ણ તંત્રી લેખ માટે. રમણભાઈનો એ લેખ જાણે કે બીજા તૈયા૨ થઈ રહેલા અંક સુધીનો તેમની પ્રવૃત્તિઓનો ચૂકતે હિસાબ આપી દેતો હોય તેવું લાગે. તેમણે વારંવા૨ આગ્રહ કરીને મને ‘પ્રબુદ્ધ જીવન'માં લખતો કર્યો હતો. પ્રસંગોપાત હું લેખ મોકલતો. લેખ મળતાં મને તે ઉત્ત૨ રૂપે પત્ર પણ લખે.
વચ્ચે, એકાદ વર્ષ થયું હશે. તેમનો પત્ર આવ્યો. ‘મારા ગ્રંથોમાંથી શ્રેષ્ઠ નિબંધોનો સંચય કરી આપો. પારિશ્રમિક વગેરે મળશે જ...' વગેરે વગેરે. મેં વળતો જ ઉત્તર આપતા લખ્યું તમારે સંમતિ, પારિશ્રમિક વગેરે વિશે લખવાનું જ ન હોય. તમારા નિબંધો વાંચું છું અને તમારા અનેક સંગ્રહોમાંથી ઉત્તમ નિબંધોનો સંગ્રહ જરૂર થઈ શકે તેમ છે અને એ કાર્ય મારે કરવાનું જ હોય. તે પછી એ વાત ત્યાં અટકી. ત્રણેકવા૨ તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ પાઠવેલું. મારી દોડાદોડીમાં મારાથી એ શક્ય બન્યું નહોતું. તેઓએ મારા અભ્યાસ અને વક્તૃત્વ વિશે કોઈકની પાસેથી સાંભળ્યું હશે એટલે તેમણે તે વિશે ઠીક આગ્રહ રાખ્યો. મનમાં ત્યારે એવું ખરું કે એકાદવાર આંટો મારી આવીશ. પણ એ શક્ય બન્યું નહિ. તેમની એ ઇચ્છા પૂરી કરી શક્યો નથી તેથી આજે એક પ્રકારની ‘ગિલ્ટ’ અનુભવું છું.
અત્યારે આ લખું છું ત્યારે તેમણે મને ભેટ મોકલેલા ડઝનેક સંગ્રહો મારી સામે પડ્યા છે. એ સંગ્રહો માત્ર લખવા ખાતર લખાયેલા નથી. રમણભાઈની ચેતના કેવા કેવા પ્રદેશોમાં વિહરતી હતી. તેમની જુદે જુદે પ્રસંગે કેવી ક્રિયા-પ્રતિક્રિયાઓ રહેતી, કઈ ઊંચાઈએથી તે વસ્તુને જોતા, વિચારતા કે નિર્ણય ઉપર આવતા તે સઘળું એમાંથી પામી શકાય છે.
તેમની હયાતીમાં જ છેલ્લે પોતાના આ સંગ્રહોમાંથી જુદાં જુદાં લખાણોને ચોક્કસ વિષય હેઠળ સંપાદિત કરવાની યોજના ઘડી કાઢી હતી. અને એવું સંપાદન અમુક વ્યક્તિ પાસે જ કરાવવું તેવો તેમનો દૃઢાગ્રહ હતો. આવી વ્યક્તિઓમાં તેમણે શ્રી જશવંત શેખડીવાળા અને ડૉ. હસુ યાજ્ઞિકની સાથે મને પણ યાદ કર્યો હતો. મારા માટે રમણભાઈ ત૨ફથી મળેલું એ પ્રમાણપત્ર છે એમ હું સમજું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org