________________
ચુત ઉપાસક ૨મણભાઈ
૩૨ ૫
પણ આપ-લે થતી રહી. અમે હવે પરસ્પરને માટે આત્મીય હતા.
હવે હું મારી રીતે રમણભાઈને, તેમના શબ્દને ઉઘાડવા મથતો રહ્યો. તેમના ઉત્તરધ્રુવ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા કે એવા બીજા પ્રવાસોમાં તેમની ઘુમ્મક્કડવૃત્તિનો પરિચય પામ્યો. તો “પ્રબુદ્ધ જીવન'ના નિયમિત રૂપે મળતા અંકો વડે તેમના સાત્ત્વિક પત્રકારત્વનો અનુભવ કર્યો. એકેએક વસ્તુને તેઓ બારીકાઇથી જોતા, તેના સાર–અસારનો વિવેક કરતા અને પછી જીવન સંદર્ભે તેનું માહાસ્ય છતું કરતા. તેમનાં તંત્રીલેખો માત્ર લખવા ખાતર લખાયેલા લેખો નથી. તેમાં તેમની અભ્યાસનિષ્ઠા તો છે જ પણ સાથે તેમની નિશ્ચિત દિશા પણ વાંચી શકાય છે. કહો કે તેઓ તંત્રી જ રહ્યા નથી તંત્રીની સાથે સંત્રી પણ બન્યા છે.
પ્રબુદ્ધ જીવનમાંથી તેમનું સેવા સમર્પિત વ્યક્તિત્વ પણ જુદી રીતે માણવા મળ્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ હોય, ગુજરાત કે મહારાષ્ટ્રના ગામોમાં વૈદકીય નિદાન-સારવારના કેમ્પો હોય, આંખોના ઓપરેશનના કેમ્પો હોય, કોઈ નાનકડા પ્રવાસનું આયોજન હોય-રમણભાઈની સક્રિયતા એ પાછળ તરત જણાય.
રમણભાઈ વિશે ઘણું પાછળથી જાણવા મળ્યું કે તેઓ એન.સી.સી.માં પણ મેજરના હોદા સુધી પહોંચ્યા હતા. ભાષાનાં અધ્યાપક આવી કડાકૂટમાં ભાગ્યે જ પડે. પણ રમણભાઈ માટે એ રસનો વિષય હતો. તેમનામાં જે ખંત, ચોકસાઈ, ચિવટ અને શિસ્તના દર્શન થાય છે તેની પાછળ આ એન.સી.સી. હતી. સોંપાયેલા આ કાર્યને તેમણે પોતીકું કરી બતાવી પોતાના જીવનઘડતરમાં પણ તેનો ઉત્તમ વિનિયોગ કરી બતાવ્યો. રમણભાઈ એમ જે કાર્ય હાથમાં લે તેને પૂરી નિષ્ઠાથી પૂરું કરી આપતા.
રમણભાઈના વ્યક્તિત્વમાં જૈન ધર્મ સંસ્કારનો પણ મોટો હિસ્સો રહ્યો છે. ભાષાના અધ્યાપક તરીકે, એન.સી.સી.ના અધિકારી તરીકે સમજ અને શિસ્ત એવાં વિસ્તર્યા હતાં કે કશું ખોટું સાંખી શકે નહિ કે ચલાવી શકે નહિ. જરૂર પડે તેની સામે લડવાના મૂડમાં પણ એ આવી જાય. પણ પેલા જૈન સંસ્કારોએ તેમને ભીતરથી સંકોર્યા. જેન મહર્ષિઓએ અને જૈનશાસ્ત્રોએ તેમનામાં સંયત દૃષ્ટિનો ગુણ વિકસાવ્યો. રમણભાઈનું વ્યક્તિત્વ જ નહિ, તેમનો શબ્દ પણ એ રીતે આવાં અનેક તત્ત્વોથી પરિપુષ્ટ થતો રહ્યો. સાહિત્ય, ધર્મ, તત્ત્વ, જીવન એમ
Jai Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org