________________
૩ ૨ ૪
શ્રત ઉપાસક રમણભાઈ
શીલ અને સાત્વિકની મહેક
1 ડૉ. પ્રવીણ દરજી ડો. શાહ સાહેબ હવે આપણી વચ્ચે નથી, કદાચ ડૉ. શાહ સાહેબ હવે જ આપણી વચ્ચે ખરેખરા આવીને બેઠા છે ! ડો. શાહ સાહેબ એટલે ડૉ. રમણલાલ ચી. શાહ. અમે કોલેજમાં ભણતા ત્યારે યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતી વિષયનું અધ્યયન-અધ્યાપન કાર્ય કરનારાઓમાં શાહ સાહેબનું નામ આગળ પડતું. અભ્યાસુ ખરા પણ અભ્યાસ દેખાડો નહિ, શબ્દપ્રભુત્વ ખરું પણ શબ્દશેખી નહિ. નિજાનંદી અધ્યાપક, નિજપથી અધ્યાપક. તેથી મુંબઈમાં જે જૂથ, વાડાબંધી, ખેંચાતાણી સાહિત્યક્ષેત્રે થાય તેમાં તેમનું નામ ક્યાંય સાંભળવા ન મળે. કહો કે રમણભાઈ માત્ર જૈન જ નહોતા જિનત્વની સાકાર મૂરત હતા.
હું યાદ કરું છું અને પાછલાં વર્ષોમાં સરું છું તો તરત એક ઘટના યાદ આવે છે. એક વેળા પ્રો. જશવંત શેખડીવાળા, હું અને પ્રો. ડૉ. તેરૈયા એક સાથે વિદ્યાના કામે મળ્યા હતા. ગુજરાતી ભાષાના અનેક અધ્યાપકો વિશે ત્યારે ભાતભાતની વાતો નીકળી. મારા માટે તો એમાંની મોટા ભાગની વાતો નવી હતી. હું કુતૂહલતાથી બધું સાંભળતો જતો હતો, વચ્ચે ક્યાંક ક્યાંક પૃચ્છા થાય, અમુકતમુક વિશે શંકા-કુશંકાને કારણ મળે. પણ જ્યાં રમણભાઈની વાત નીકળી ત્યાં તરેયા સાહેબ અને શેખડીવાળા સાહેબ બંનેનો એક જ મત. સજ્જન વ્યક્તિ તરીકેનો મત. બંને રમણભાઈના મિત્રો. પછી “પાસપોર્ટની પાંખે' વિશે કેટલીક વાતો થઈ. શેખડીવાળા સાહેબે સહજ રીતે તેમાંના હકીકત-દોષો વિશે વાત કાઢી. એ દોષોની રમણભાઈને જાણ કરી હતી તે પણ કહ્યું અને એ દોષોનો રમણભાઈએ સહજ રૂપે, નિખાલસતાથી સ્વીકાર કર્યો હતો તે પણ તેમણે કહ્યું. બસ, મારા માટે આ ક્ષણ મહત્ત્વની બની ગઈ. રમણભાઈ માટે જે આદર અને પ્રેમ હતો તે દૃઢ તો થયો પણ એમાં ખાસ્સો ઉમેરો પણ થયો. અને પછી શેખડીવાળા સાહેબ અને તેરૈયા સાહેબે જ મારા તેમના પ્રત્યેના પ્રેમભર્યા પક્ષપાત વિશે રમણભાઈને કંઈક વાત કરી. રમણભાઈ સાથે એમ મારો પરોક્ષપણે સેતુ બંધાયો. અમારા વચ્ચે પછી અવાનવાર પત્રોની આપ-લે પણ થવા લાગી. પત્ર દ્વારા જ જીવન અને સાહિત્યના કેટલાક માર્મિક સંકેતોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org