________________
શ્રત ઉપાસક ૨મણભાઈ
૩ ૨ ૩
શાસન સમ્રાટ વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ અને ડૉ. રમણભાઈ શાહ હતા. કવિરાજ દિપ વિજયજી પછી સંશોધન પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રહીને ૧૭ પુસ્તકો પ્રગટ થયા છે. એમની શ્રુત ભક્તિ-સર્જક પ્રતિભા માનવતાવાદી સેવાકાર્યો શિસ્ત અને કર્તવ્ય પરાયણતાના ગુણોથી ચિરંજીવ સ્થાન ધરાવે છે. ભાવિ પેઢીને માટે પણ આ વિરલ વ્યક્તિત્વ ધરાવનાર જ્ઞાનાત્માનું પુણ્ય સ્મરણ એક જીવનની સાર્થકતા માટે એક નવો જ રાહ ચીંધે છે. સદ્ગતશ્રીને શ્રદ્ધાંજલિ અને જીવનની આછેરી ઝલક અન્ય માનવીઓના તેજ કિરણ બની જીવનપંથ ઉજ્જવળ બનાવે.
આત્માના વિવિધ પ્રકાર છે જ્ઞાના-આત્મા, દર્શનાત્મા, ચારિત્રહ્મા, તપાત્મા, ધર્માત્મા, અંતરાત્મા, બહિરત્મા છે. તેમાં સ્વ. રમણભાઈ કે જ્ઞાનાત્મા હતા અને જ્ઞાન રમણતાના સંસ્કારોનું સ્વયંમ પાન કરીને બહુ મોટી સંખ્યામાં લોકોને જ્ઞાનાત્મા બનાવવા માટેનું જીવન પાથેય આપી ગયા છે. એમની અમૂલ્ય ભેટનું રક્ષણ, સમવર્ધન એ એમની ચિરંજીવ સ્મૃતિ છે.
શબ્દકોશમાં પ્રશંસાના શબ્દો પણ ઓછા પડે “મુરબ્બી શ્રી ડૉ. રમણભાઈ માટે લખવું એટલે ભગવાન શ્રી કૃષ્ણને ગીતા સમજાવવા જેવું કામ છે. પ્રખર સાહિત્યકાર માટે શબ્દકોશમાં પ્રશંસાના શબ્દો પણ ઓછા પડે, હાજરી હોતી નથી છતાં, હાજરા હજુર છો તમો, ન દેખાય છતાં અનુભવાય એવા પવન જેવા છો તમો, ફૂલ ખર્યા ફોરમ રહી ગીત વહ્યા રણકાર હરિયાળી ધરતી કરી હાલ્યા મેઘ મલહાર'
|| શ્રી હીરાભાઈ એલ. તલસાણિયા, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org