________________
૩૨૨.
શુત ઉપાસક રમણભાઈ
દૃષ્ટિ અને સર્જકપ્રતિભાનું દર્શન કરાવે છે. સ્વ. રમણભાઇની વિશેષતા સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર નીકળીને ઉદારમતવાદી વલણ ધરાવી જેન જૈનેતરમતના જ્ઞાન માર્ગની વિસ્તાર પામેલી ક્ષિતિજનો પરિચય કરાવે છે. મુંબઇથી જૈન યુવક સંઘના માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ અનેકવિધ કાર્યોની સાથે સમય આપીને સફળતાના સુકાની બનવાનું અનુકરણીય કાર્ય કર્યું છે. મુંબઈ જેવા મહાનગરમાં રહેનાર વ્યક્તિઓ No Time જેવા શબ્દોથી કામ કરવા માટે દૂર ભાગતા હોય ત્યારે આ જ્ઞાનાત્મા જ્ઞાન સાથે માનવતાના કાર્યોમાં પણ મુંબઈ બહારના આદિવાસી પછાત અને ઉપેક્ષિત વિસ્તારોમાં મંડળના સેવાભાવી સભ્યો સાથે કામ કરતા હતાં ત્યારે એક માનવ જન્મમાં જ આવી સેવાના મેવા મળે છે. અને રમણભાઈએ એમના જીવનમાં સ્વ અને પરના કલ્યાણ માટે જીવન સમર્પણ કર્યું છે. તેનું શબ્દોમાં વર્ણન ન થાય. એ તો યોગીઓના યોગની મનઃ સ્થિતિના અનુભવ સમાન છે. પ્રવાસશોખીન શ્રી રમણભાઇએ પાસપોર્ટની પાંખેનું પુસ્તકનું સર્જન કરીને અમેરિકન જીવન અને શૈલીમાં હજારો સાહિત્ય રસિક માનવીઓને રસલીન કર્યા હતા.
એમની શ્રુત ભક્તિનું સોનેરીપ્રકરણ તો જેને સાહિત્ય સમારોહનું આયોજન કરીને જૈનસાહિત્યના વિકાસમાં અને પ્રતિ વર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજીને ભક્તિ ભાવનાના મંગલ પ્રભાતથી જૈન-જૈનેતર ધર્મના વિદ્વાન વક્તાઓ દ્વારા જ્ઞાનામૃતનો રસાસ્વાદ કરાવવાની પ્રવૃત્તિ એ પણ સર્વ સાધારણ જનતા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. એમનું પ્રવાસ સાહિત્ય ઘર બેઠાં ગંગા સમાન જ્ઞાન અને આનંદ ધરાવતું છે. એમની સર્જક પ્રતિભાની લાક્ષણિકતા હતી કે કોપીરાઇટનું વિસર્જન એમ પુસ્તકમાં લખતા હતા.
મહાવીર સ્વામીના હાલરડાવાળા કવિરાજ દિપવિજયના બિલીમોરા નગર વર્ણવ્યું “વીરનું હાલરડું'થી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા કવિ વિશે સંશોધિત પુસ્તકના વિમોચન સં. ૨૦૫૪-સમારંભ બિલીમોરામાં વૈશાખ વદ ૧૪ યોજાયો હતો. ત્યારે બિલીમોરા સંઘનાં આમંત્રણથી તેઓશ્રી અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા. આ પ્રસંગે શ્રુત જ્ઞાનના ઉપાસક પ્રાધ્યાપક તરીકે એમનું શાલ અને શ્રીફળ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. એમણે પ્રસંગોચિત વક્તવ્યમાં જૈન સાહિત્યના સંશોધન વિશે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા. ડૉ. કવિન શાહની સંશોધન પ્રવૃત્તિને બિરદાવી હતી. મારી સંશોધન પ્રવૃત્તિના પ્રેરણાના સ્તોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org