________________
શ્રુત ઉપાસક રમણભાઈ
જ્ઞાનાત્મા પરમાનંદ
ઈ ડૉ. ફવીન શાહ
Jain Education International
મધ્યકાલીન જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સંશોધક, પ્રવાસ, ચરિત્ર અને જૈનદર્શનના રહસ્યોને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરનાર સાહિત્યકાર ડૉ. રમણભાઇનું અવસાન એક જ્ઞાનાત્માના અવસાનની અવિસ્મરણીય ઘટના છે.
સ્વ. રમણભાઈ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક હોવાની સાથે એન. સી. સી. ઑફિસ૨ની સેવાને કારણે જીવન અને વ્યવહારમાં શિસ્ત, નિયમિતતા અને સેવાકીય ગુણોથી સંસ્થાઓમાં માનવતાવાદી કાર્યોમાં સફળ નીવડ્યા હતા.
સ્વ. રમણભાઇની શ્રુતોપાસના જૈન સાહિત્યના ઇતિહાસની એક સુવર્ણ ગુણ ગાથા સમાન ઝળહળતી રહી છે. નળ દમયંતી રાસ વિશેના એમના મહાનિબંધથી શરૂ થયેલી એમની સંશોધન પ્રવૃત્તિએ દિન પ્રતિદિન વિકાસ પામીને સિદ્ધિનાં સોપાન સર કર્યા હતા. એમની ચરિત્ર્યાત્મક સાહિત્યની કૃતિઓ વિશેષ નોંધપાત્ર હતી. માનવીને માનવીમાં રસ છે. પ્રત્યક્ષ જીવન જીવનાર વ્યક્તિ અને તેના અનુકરણીય આદરણીય ગુણો અને પ્રસંગોનું નિરૂપણ કરીને જૈન સાહિત્યના ચરિત્રાત્મક વિકાસમાં ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. અનુવાદ, ધર્મ વિશેની કૃતિઓ તદુપરાંત સંશોધન, વિવેચન, સંપાદન-આ પ્રકારના સાહિત્યના પ્રભાવથી સદ્ગતના જીવનમાં સમતા, સહિષ્ણુતા, સરળતા, સાદગી, સહયોગ અને સેવા જેવા ગુણોનોં વિકાસ થયો હતો. એમના આ ગુણોની સમૃદ્ધિ એમની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓમાં દૃષ્ટિગોચર થઈ છે. એમની સર્જનપ્રવૃત્તિનું વિશેષ ઉલ્લેખ કરવા લાયક લક્ષણ, એમણે જૈનદર્શનના સિદ્ધાંતો અને રહસ્યોને વિશ્લેષણાત્મક શૈલીમાં રજૂ કરીને જનસાધારણને જ્ઞાનની લહાણ કરાવી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના કઠિન અને દુર્બોધ ગ્રંથોમાં રહેલા દર્શન શાસ્ત્રના વિવિધ વિષયોમાં સ્વયં અભ્યાસ કરીને રોચક શૈલીમાં ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે તંત્રીલેખ લખીને શ્રુતજ્ઞાનની અપૂર્વભક્તિ કરી છે. શ્રુતજ્ઞાન જૈનદર્શનની દૃષ્ટિએ સ્વ અને પરના કલ્યાણમાં મહાન નિમિત્ત છે.
‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીલેખ એમની શ્રુતોપાસનાની સાથે જ્ઞાનમાર્ગની સુજ્ઞ
૩૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org