________________
૩૨૦
શ્રુત ઉપાસક રમણભાઈ
એ ઋણમાંથી મને મુક્ત કરો.' સરેયા શેઠે કહેલી વાત પણ કરી.
રમણભાઈએ ફરી મારા ખભે હાથ મૂકીને કહ્યું, “મેં તમને કયાં ઢણી બનાવ્યા છે કે મુક્ત કરું? મેં તો મારું કેવળ કર્તવ્ય બનાવ્યું છે. આ પૈસા તમે જ રાખો. અભ્યાસ માટે અન્ય ખર્ચા પણ કરવા પડે છે. તેમાં વાપરજો.”
મારા આગ્રહ છતાં રમણભાઈએ રકમ ન જ લીધી. ઘરે જઈ મેં મારી બાને વાત કરી તો બાએ તુરંત કહ્યું, “તું સરેયા શેઠને મળીને આ વાત કરી આવ. શેઠની રકમ તેમને પરત કર. આપણાથી ન રખાય. તું ટ્યુશનો કરીને જે કમાય છે તેમાંથી ઘર ચાલે છે. વળી પૂજા-પાઠ અને કર્મકાંડ દ્વારા પણ થોડીઘણી આવક તો થાય જ છે ને! આપણા ક્યાં મોજશોખ કે ખોટા ખર્ચા છે?'
હું સરેયા શેઠ પાસે ગયો. શેઠ મારી આવી પ્રામાણિક્તાથી રાજી થયા. મને કહે, “છોકરા ! તેં મને આવી વાત કરીને વધુ રાજી કર્યો છે. તારામાં મને એક તે જ દેખાય છે. આ રકમ તું જ રાખ. પણ તારી બાનું કહેવું માની તું આવ્યો તે જ મોટી વાત છે. તારી આવી વૃત્તિથી પ્રભાવિત થયો છું અને કહું છું કે જ્યાં સુધી ભણશ ત્યાં સુધી મારી પાસેથી ફી લઈ જવી.” શેઠે વચન આપ્યું હતું. એમ. એ.ની પરીક્ષા ફી પણ આપી હતી.
શેઠને પ્રણામ કરી હું નીચે ઊતર્યો. ઘરે આવ્યો. બાને બધી વાત કરી. બાએ કહ્યું, “બેટા! જ્યાં ધર્મ અને નીતિ છે ત્યાં જ ઈશ્વરની કૃપા ઉતરે છે એટલું ધ્યાનમાં રાખજે. વળી ભવિષ્ય તું બે પાંદડે થાય તો તારા રમણભાઈસરની જેમ જ કોઈને સહાયક થતો રહેજે.'
રમણભાઈને આ બધી વાત કહી ત્યારે તેમણે પણ મને કહ્યું, ‘તમારી બાએ જે કહ્યું છે તેમાં સત્ય છે. તેનું પાલન કરજો.' આજે મારા વિદ્યાગુરૂ રમણભાઈ સદેહે હયાત નથી પરંતુ ગુરુવંદના કરતો પેલો જાણીતો શ્લોક આવા ગુરુઓ માટે જ કહેવાયો હશે કેઃ
ગુરૃબ્રહ્મા ગુર્રવિષ્ણુઃ ગુર્મુદેવો મહેશ્વરઃ
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ આવા ગુરુ માટે તો કહેવું પડે છે “વજાદપિ કઠોરાણિ મૂદુનિ કુસુમાદપિ.”
હું ૧૯૫૯-૬૧ દરમિયાન સેંટ ઝેવિયર્સમાં જ પાર્ટ-ટાઈમ સેક્ટરર નિમાયો ત્યારે મારા વિદ્યાગુરુનું સપનું સાકાર કર્યાનો આનંદ મેં અનુભવ્યો હતો. પુનઃ પુનઃરમણભાઈને વંદના કરીને કહું છું તમૈ શ્રી ગુરવે નમઃ * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org