________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૧૯
સ્પર્શમાં મને ખરેખર મોટાભાઈના સ્નેહનો અનુભવ થયો હતો. આજે પણ એ દૃશ્ય હું ભૂલ્યો નથી. એ સ્પર્શ તાજો જ લાગે છે.
લાઈબ્રેરીમાં જઈને મેં રમણભાઈને બધી વાત કરી અને કહ્યું, ‘સ૨, જો ફી નહીં ભરી શકું તો કૉલેજ છોડવી પડશે. મારો અભ્યાસ અટકી જશે. મારા જેવા ગરીબ બ્રાહ્મણપુત્ર પાસે વિદ્યા કે ડિગ્રી જ મૂડી બને છે. તેનાથી જ નોકરી મેળવી શકીશ. મેં મારા પ્રયત્નો કરી જોયા પણ બધેથી નકાર મળ્યો છે'.
આવું કહેતી વખતે પણ મારાં આંસુ વધે જતા હતા. રમણભાઈએ મને દિલાસો આપ્યો અને કહ્યું, ‘તમે નિશ્ચિત રહો. તમારી ફી ભરાઈ જશે.’
મારા દુ:ખાશ્રુ હર્ષાશ્રુમાં ફેરવાઈ ગયા. પછી મોઢા પર સ્મિત લાવીને કહ્યું, ‘પણ સ૨, જો મારી ફી તમે ભ૨વાના હો તો એક શ૨તે હું તમારી વાત સ્વીકારીશ.’
‘કઈ શરત ?’ સરે પૂછ્યું.
‘સરૈયા શેઠના આવ્યા પછી મને ફીની જે રકમ શેઠના ટ્રસ્ટમાંથી મળશે તે હું તમને આપવા આવું ત્યારે લેવી પડશે.’ મે કહ્યું.
‘બકુલભાઈ, એ વખતે જોયું જશે. હમણાં તો તમે અભ્યાસમાં મન પરોવો. મારું તો સપનું છે કે તમે એમ.એ. થઈને આપણી જ કૉલેજમાં મારી જેમ જ લેક્ચરર બનો !’
‘સ૨, તમારા આશીર્વાદ હશે તો એ સપનું પણ હું સાકાર કરીને બતાવીશ.’
મને યાદ છે કે ઘરે જઈને મેં મારી બાને આ બધી વાત કરી ત્યારે તેણે કહ્યું હતું, ‘તું તારા મોટાભાઈ જેવા બનેલા સરને કહેજે કે મારા બાએ આશીર્વાદ આપ્યા છે કે તેઓ ખૂબ જ કીર્તિ અને સન્માન મેળવે અને સરસ્વતીનો આશીર્વાદ પામે.’
ત્યારબાદ તો હું સરૈયા શેઠને મળવા જતો પણ શેઠને આવવામાં વિલંબ થતો હતો. આખરે છેક ઓગસ્ટના અંતમાં તેઓ આવ્યા. હું તેમને મળ્યો. બધી વાત કરી. રમણભાઈનો ઉલ્લેખ કર્યો ત્યારે શેઠે કહેલા શબ્દો હજી પણ મારા કાનમાં ગૂંજે છે. તેમણે કહ્યું હતું, ‘રમણભાઈ જેવા ગુરુઓ જ્યાં સુધી આપણા દેશમાં છે ત્યાં સુધી સરસ્વતી પ્રસન્ન થતી રહેશે. તારા સરને કહેજે કે પૈસાના અભાવે કોઈ વિદ્યાર્થી ભણી ન શકે તેવા હોય તો તેમની ચિઠ્ઠી લઈને મને મળે. વળી રમણભાઈને કહેજે કે સમય કાઢીને મને મળવા આવે. મને તેમના પ્રત્યે માન થયું છે.’
શેઠ પાસેથી ફીની ૨કમ લઈ, બીજા દિવસે હું સ૨ને મળવા ગયો. મે કહ્યું, ‘સ૨ આપણી શરત મુજબ આ રકમનો સ્વીકાર કરો. તમે મારી ફી ભરી દીધી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org