________________
૭ ૧૮
ચુત ઉપાસક રમણભાઈ
મારા સદ્ભાગ્યે શેઠે મને કૉલેજના પ્રથમ સત્રની ફી રૂા. ૧૨૫/- આપી અને કહ્યું: ‘હવે પ્રથમ સત્રનું સુંદર પરિણામ લઈને મને મળવા આવજો, પછી જ હું બીજા સત્રની ફી આપીશ.”
હું તો રાજીરાજી થઈ ગયો. શેઠને પ્રણામ કરીને મારી ઓરડીએ ગયો. બીજા દિવસે સેંટ ઝેવિયર્સ કૉલેજ પર ગયો. એડમિશન ફોર્મ ભર્યું અને રૂા. ૧૨૫/-ની ફી ભરી મેં પ્રથમ વર્ષ વિનયનમાં પ્રવેશ લીધો. (આ અંગેની વિગતવાર માહિતી મેં મારી “ધરમ સાચવજે, બેટા' નામક પુસ્તિકામાં વર્ણવી છે.)
અભ્યાસની લગની તો મને સતારાની પાઠશાળા અને મુંબઈની કબુબાઈ સ્કૂલથી જ હતી. એથી કૉલેજના પ્રથમ સત્રમાં સારા ગુણાંકે હું ઉત્તીર્ણ થયો. પરિણામપત્ર લઈને શેઠને મળવા પહોંચી ગયો.
મારો કસોટી કાળ અહીંથી શરૂ થતો હતો. શેઠને ત્યાંથી જાણવા મળ્યું કે તેઓ પરદેશ ગયા છે અને ક્યારે આવશે તે નક્કી નથી. હું મુંઝાયો. કૉલેજનું બીજું સત્ર ચાલુ થઈ ગયું હતું. ફી ભરવાની છેલ્લી તારીખને માત્ર ત્રણ દિવસ બાકી હતા. મને કાંઈ સૂઝતું ન હતું. કૉલેજમાં લેક્ઝર્સ તો ભરતો પણ મન અશાંત હતું. અમારા ગુજરાતીના પ્રાધ્યાપક રમણભાઈના લેક્ટરમાં પણ હું શૂન્યમનસ્ક બની બેઠો રહ્યો હતો. રમણભાઈની ચકોર નજરે મને પકડી પાડ્યો. લેશ્ચર પૂરું થયા પછી મને બોલાવી કહ્યું, “મને પ્રોફેસર્સ રૂમમાં મળી જજો.”
મારા તો હોશકોશ ઊડી ગયા. આમે રમણભાઈનો કડપ વધારે હતો. એન.સી.સી.ના મેજરપદે આ વ્યક્તિ એથી જ તો પહોંચી શકી હતી. તેઓ શિસ્ત અને સમયપાલનના અત્યંત આગ્રહી હતા. હું મનમાં ભય અને આશંકા સાથે રમણભાઈને મળવા ગયો. મને તેમની પાસે બેસાડ્યો અને મારા ખભે હાથ મૂકી પૂછયું, “આજે મારા સેક્ટરમાં મને તમે ઉદ્વિગ્ન દેખાયા હતા. તમારું ધ્યાન મારા સેક્ટરમાં ન હતું. કોઈ સમસ્યા છે કે શું? મને તમારો મોટોભાઈ ગણજો.”
મારી વેદના કહેવા માટે શબ્દોને બદલે મારી આંખોએ જ જવાબ આપી દીધો. દડદડ આસું સરી પડ઼યાં!
રમણભાઈને થયું હશે કે અહીં પ્રોફેસર્સરૂમમાં બેસીને આ છોકરો કદાય હૈયું નહીં ખોલી શકે. એટલે મને કહે, “ચાલો, આપણે લાઈબ્રેરીમાં જઈએ. ત્યાં ગુજરાતી વિભાગમાં બેસીને વાત કરીએ.'
અમે બંને ઊભા થયા. રમણભાઈએ મારા ખભે હાથ મૂક્યો. એમના આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org