________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૩ ૧૭.
તમૈ શ્રી ગુરુવે નમઃ
પ્રા. શ્રી બકુલ રાવલ બકુલભાઈ, તમે નિશ્ચિત રહો. તમારી ચિંતા ટળી જશે. ઘરે જાઓ અને તમારા બાને પણ કહો કે ચિંતા ન કરે' આ શબ્દો હતા મારા વિદ્યાગુરુ ડૉ. રમણલાલ ચી. શાહના અને વર્ષ હતું ૧૯૪૯નું. સ્થળ હતું સેંટ ઝેવિયર્સ કૉલેજ (મુંબઈ)નો પ્રોફેસર્સ કૉમનરૂમ.
હવે માંડીને આ શબ્દો પાછળની ઘટનાની વાત કરું છું. ઈ.સ. ૧૯૪૯માં મેં એસ. એસ. સી.ની પરીક્ષા મુંબઈ ખાતે પ્રાર્થના સમાજ પર આવેલી લીલાવતી લાલજી દયાળ (કબુબાઈ) હાઈસ્કૂલમાંથી હાયર સેકન્ડ ક્લાસમાં પાસ કરી હતી. આગળ ભણવાની ઈચ્છા છતાં આર્થિક પરિસ્થિતિ રજા આપે તેમ ન હતી. પિતાશ્રી કર્મકાંડી બ્રાહ્મણ હતા. ઈ.સ. ૧૯૪૯ની ૮ ઓગસ્ટે તેમણે સી. પી. ટંક પર આવેલા રાધાકૃષ્ણ મંદિરની ચાલીમાં પોતાની જીવનલીલા શિવસ્મરણ કરતાં કરતાં સંકેલી લીધી હતી. કથા-પૂજા-પાઠ કરાવનાર બ્રાહ્મણ પિતા પોતાની પાછળ મૂડીમાં મને આપેલ વિદ્યા અને સંસ્કારનો વારસો જ મૂકી ગયા હતા. સતારા (મહારાષ્ટ્ર)ની સંસ્કૃત પાઠશાળાનું આચાર્યપદ સૈદ્ધાંતિક કારણોસર છોડીને પછી મુંબઈને તેમણે કર્મભૂમિ બનાવી હતી. તેમના કૈલાસવાસ પછી હું અને મારી વિધવા માતા પરસ્પરના આધાર બન્યા હતાં. એથી કૉલેજમાં જવાની કે ભણવાની તો કલ્પના પણ અમે કરતા નહીં.
પરીક્ષા પછીની રજાઓમાં હું મારે ગામ બડોલી (તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા, ગુજરાત) ગયો હતો અને છેક જુલાઈમાં કોલેજો ખૂલી ગયા પછી મુંબઈ આવ્યો હતો. બાએ કહ્યું હતું, “પગ મૂકવા માટે ઓરડી તો છે. તું ક્યાંક નોકરી શોધી લેજે અને મને બોલાવજે'. એટલે હું મુંબઈ આવીને નોકરી શોધવા માંડ્યો હતો.
આવા સંજોગોમાં પણ ભાગ્ય મને યારી આપી. મારા નસીબમાં વિદ્યા લખાઈ હશે તેથી અમારી જ્ઞાતિના જ એક સજ્જન મને વરજીવનદાસ સરેયા શેઠ પાસે લઈ ગયા. આ સજ્જનની ઈચ્છા હતી કે હું ભણું. સરેયા શેઠ પોતાનું પ્રાઈવેટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હતા અને ગરીબ વિદ્યાર્થીઓને ફીની મદદ કરતા હતા. ચર્ચગેટ પાસે આવેલા ઈરોઝ સિનેમા નજીક સ્વસ્તિક કોર્ટમાં શેઠ રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org