________________
૩૫૪
શ્રત ઉપાસક રમણભાઈ એમના સંશોધન-અધ્યયનનું પ્રત્યેક પુસ્તક તેઓ અચૂક મને મોકલતા જેથી એમના શોધકાર્ય અંગે હું સુપરે માહિતગાર રહ્યો છું.
એમના “ગુર્જર ફાગુ સાહિત્યના ગ્રંથમાં કેટલીક માહિતી પૂરી પાડનાર તરીકે મારો ઉલ્લેખ કર્યો છે તે મારા પ્રત્યેના તેમના માન અને પ્રેમનું સૂચક છે.
એમના વિપુલ સંશોધન-અધ્યયન અંગે માહિતી આપવાનું અત્રે પ્રસ્તુત નથી પણ એમના સંશોધનકાર્ય અંગે અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરું છું.
એમનું પ્રાચીન–મધ્યકાલીન સાહિત્ય સંશોધન અનેકવિધ વિષયો સાથે સંકળાયેલ છે અને આ પ્રદાન મહામૂલ્યવાન છે. - જીવનચરિત્ર–રેખાચિત્ર–સંસ્મરણના વિષયમાં એમણે લખેલા ગ્રંથોમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી', “હેમચંદ્રાચાર્ય”, “વંદનીય હૃદયસ્પર્શ (ભાગ-૧૨)”, “પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૫)' ઉલ્લેખપાત્ર છે. સાહિત્ય-વિવેચન ક્ષેત્રમાં તેમણે કરેલ કાર્યમાં “ગુજરાતી સાહિત્યનું રેખા દર્શન' (અન્ય સાથે), “નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય', “સમયસુંદર', “ગુર્જર ફાગુ સાહિત્ય', નલ-દમયંતીની કથાનો વિકાસ' નોંધપાત્ર છે.
પ્રાચીન–મધ્યકાલીન કૃતિઓનું હસ્તપ્રત પરથી કરેલ એમનું શોધકાર્ય આ ક્ષેત્રમાં કામ કરનાર વિદ્યાર્થી અને વિદ્વાન ને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડનાર ઉમદા ઉદાહરણરૂપ છે. જેમાં સમયસુંદર કૃત “નલ-દવદંતી રાસ', યશોવિજયજી કૃત “જબૂસ્વામી રાસ', ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલપમાળા', ઋષિવર્ધન કૃત ‘નલરાય દવદંતી ચરિત્ર', ગુણવિનય કૃત “ધન્ના-શાલિભદ્ર ચોપાઈ અને જ્ઞાનસાગર કૃત અને ક્ષમાકલ્યાણ કૃત “બે લઘુરાસ કૃતિઓ' નોંધપાત્ર છે.
ધર્મ-તત્ત્વજ્ઞાન ક્ષેત્રે પણ એમનું કાર્ય સરળ ભાષામાં આ વિષયની સમજુતી આપતું હોવાથી અભ્યાસીને ઉપયોગી બની શકે તેમ છે અને અભ્યાસીને જેને ધર્મ–બૌદ્ધ ધર્મ આદિનો સુપેરે પરિચય કરાવનાર છે. જેમાં જૈન ધર્મ' (છઠ્ઠી આવૃત્તિ), “બૌદ્ધ ધર્મ નિહ્નવવાદ', જનતત્ત્વ (ભાગ-૧ થી ૬)', “તાઓ દર્શન', “આધ્યાત્મસાર ભાગ-૧-૨ *તથા અંગ્રેજીમાં લખેલ Shraman Bhagawan Mahavir & Jainism' 2 Jina Vachana' 44 Guuloll બની શકે છે.
પ્રવાસી-શોધ-સફરના ક્ષેત્રમાં એમનું આગવું પ્રદાન છે. જે તે સ્થળના એમ કરેલ પ્રવાસનું માત્ર માહિતીપૂર્ણ વર્ણન જ નથી પણ એક સરસ નિબંધ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org