________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૫૫
રહે છે. આ કારણે કે તે લોકોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યું છે. ‘પાસપોર્ટની પાંખે–ઉત્તરાલેખન’, ‘પ્રદેશે જય–વિજયના’ નોંધપાત્ર છે.
શ્રી રમણભાઈ એક સફળ અને લોકપ્રિય પત્રકાર પણ હતા. ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે એમણે લખેલા તંત્રી લેખો અત્યંત લોકપ્રિય નીવડ્યા હતા.
તેઓ વર્ષો સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તરીકે હતા તે દરમ્યાન અનેક વિદ્યાર્થીઓએ એમનું માર્ગદર્શન મેળવી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી.
જૈન સાધુ-સાધ્વી સાથે પણ એમને સારો એવો પરિચય હતો. અનેક સાધુ-સાધ્વીને તેમણે અભ્યાસ કરાવ્યો અને એમના માર્ગદર્શન નીચે સંશોધન કાર્ય કરી કેટલાક સાધુ-સાધ્વીએ પીએચ.ડી.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે.
તેઓ સ્વભાવે સૌમ્ય અને કોઈને પણ ઉપયોગી થવાની ઉદારતા ધરાવનારા હતા. એમના પરિચયમાં આવનાર હર કોઈ વ્યક્તિ એમની ચાહક બની રહેતી. એમની સંશોધન-અધ્યયનની નોંધ દેશ તેમ જ વિદેશમાં પણ લેવાઈ હતી.
એમના અવસાનથી પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના સંશોધન- અધ્યયન ક્ષેત્રે ન પૂરી પડી શકાય એવી ખોટ પડી છે. એક સજ્જન અને સંશોધક તરીકે તે હંમેશા ચિરંજીવી રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી અભ્યર્થના.
એમના સાંનિધ્યમાં રહી શક્યાં એથી ધન્યતાનો અનુભવ કરવો જોઈએ
તેઓએ જીવનભર એમની પાસે જે કંઈ જ્ઞાન હતું તે કોલેજના વિદ્યાર્થીઓને, પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓને, લેખો દ્વારા અને પુસ્તકો દ્વારા પીરસતા જ રહ્યા. મુંબઈ જેવા શહેરમાં રહીને આટલું બધું લેખનકાર્ય સ્વસ્થ ચિત્તે તેઓ કરી શક્યા તે ખરેખર એમની લેખનશક્તિનો અને અન્યને ઉપયોગી થવાનો પરિચય કરાવ્યો. આવી વ્યક્તિઓને પ્રભુ સમાજને કંઈક પ્રદાન ક૨વા માટે જ મોકલી આવતી હોય છે.
આપણે એમના પરિચયમાં આવી શક્યા, એમના સાંનિધ્યમાં રહી શક્યાં એથી આપણે પણ ધન્યતાનો અનુભવ કરવો જોઈએ.
Jain Education International
હરવિલાસબહેન
સર્વોદય પરિવાર ટ્રસ્ટ-પિંડવળ
For Private & Personal Use Only
www.jainelibrary.org