________________
૩૫૬
શત ઉપાસક રમણભાઈ
તમૈ શ્રી ગુરવે નમઃ
| | ડૉ. રેણુકા જે. પોરવાલ तस्मै श्रीगुरवे नमः । गुरुध्यानं तथा कृत्वा स्वयं ब्रह्ममयो भवेत् । पिण्डे पदे तथा रुपे मुक्तोऽसौ नात्र संशय : । (સ્કંધ પુરાણ ઉત્તર ખંડ-શ્રી ગુરુ ગીતા શ્લો-૧૧૯, પૃ. ૩૫) ભાવાર્થ - આ પ્રમાણે અનન્ય ભાવે (ભક્ત અને ભગવાન વચ્ચેનો ભાવ/સંબંધ) ગુરુનું ધ્યાન કરતાં કરતાં શિષ્ય સ્વયં બ્રહ્મમય બની જાય છે. પિંડમાં, પદમાં અને રૂપમાં તે મુક્ત છે એમાં સંદેહ નથી. સ્કંદ પુરાણમાં ઉત્તર ખંડમાં શિવ પાર્વતી સંવાદ રૂપે આલેખાયેલી શ્રી ગુરુ ગીતા ગુરુના અનન્યાશ્રય સંદર્ભે છે.).
વિદ્વતવર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહના વિરલ પ્રતિભાપૂંજનું આલેખન તો કદી શક્ય પણ બને પરંતુ એમની સાથે વિતાવેલી આત્મીય ક્ષણોને અંકિત કરવી એ અતિ દુષ્કર. કારણ? સ્મરણ પટ પર પૂર ઝડપે ધસમસતી આવતી એમની યાદો અને સ્મૃતિઓનો અવિરત પ્રવાહ એટલો તો વેગવંત હોય છે કે ઝીલતાં પહેલાં જ સરી જાય. તેમ છતાં મરજીવાને લાધેલ અમૂલ્ય મોતીની જેમ જે કાંઈ હાથ લાગ્યું તેને ભારે હૈયે હું અહીં વર્ણવું છું.
મારી એમની સાથેની ઓળખાણ જરા જુદી-એ વિરલ વિભૂતિ રમણભાઈનું નામ હું આચાર્ય બુદ્ધિસાગરજી દ્વારા સ્થાપિત “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી વાંચતી અને સાથે તેમના દ્વારા લિખિત પ્રસ્તાવનાઓ પણ. અન્ય લેખકોની અભિનવ કૃતિઓમાં વિષયપ્રવેશ કરાવતી તેમની પ્રસ્તાવનાઓ, પ્રતિભાવ કે વિવેચનો ઘણાં વાંચ્યા. તે સમયે હું કલ્પના કરતી કે આવા વિદ્વાન લેખક કેટલા પ્રતિભાશાળી હશે ! વર્ણનાત્મક ધારાવાહિક “પાસપોર્ટની પાંખે'માં સ્વાનુભવોનું વર્ણન કરી એમાં વાચકને તરબોળ કરાવનારની અનુભવ મૂડીનું મુલ્યાંકન થાય ખરું ! એ સમયે મેં મનોમન એમને મારા શ્રદ્ધેય ગુરુ તરીકે સ્થાપી દીધા. કંઈ કેટલાયે ગ્રંથો, વિવેચનો, ચરિત્રો, નિવાપાંજલિઓ, પરિચય પુસ્તકો વગેરેની એમણે રચના કરી છે. જીવનના અંતિમ તબક્કામાં રચાયેલા અણમોલ ગ્રંથો તે શ્રી મહોપાધ્યાયજી દ્વારા રચિત જ્ઞાનસાર અને અધ્યાત્મસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org