________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૫૭
અનુવાદ અને વિશેષાર્થ અધ્યાત્મ યોગી શ્રીયુત રમણભાઈ દ્વારા રચિત એ વિશેષાર્થો એટલા અદ્ભૂત છે કે સર્વ ગ્રંથોની માળામાં હિરજડિત પેન્ડન્ટશા દેદિપ્યમાન થઈ ચોમેર પ્રકાશ વેરે છે. એ અણમોલ કૃતિઓ નિહાળીએ કે તુરંત જ ફુરણા થાય કે આનાથી સુંદર કૃતિ સંભવી શકે ખરી ? તેમના ઉચ્ચ કોટિના આવા અનેક ગ્રંથો કેટલીયે પીએચ.ડી. અને ડી.લીટ જેવી ડિગ્રીઓ પામવા સક્ષમ
મારે વાત એમની સાથેના પરિચયની કરવાની છે. પરંતુ પ્રારંભમાં જ કહ્યું તેમ સ્મૃતિપટ પર ચિત્રોને પકડું ત્યાં ફરી અદશ્ય થઈ જાય છે. તેમની ઘણી કૃતિઓનું આસ્વાદન તો કર્યું હતું પરંતુ શ્રદ્ધય ગુરુવર્યના દર્શન બાકી હતા. મેં વધુ અભ્યાસ માટે ડો. કલાબહેન શાહનો સંપર્ક કર્યો. ત્યાં તેમના મુખેથી રોજ ડો. રમણભાઈ શાહના ગુણોનું શ્રવણ કરતી. અભ્યાસ દરમ્યાન મને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી રમણભાઇના હસ્તક યોજાતા સાહિત્ય સમારોહમાં નિબંધ વાંચન માટે આમંત્રણ મળ્યું. ત્યાં મને કરૂણામયી વાત્સલ્યમૂર્તિ વિદ્વતવર્ય શ્રી રમણભાઈનો પ્રત્યક્ષ પરિચય થયો. મારા વક્તવ્યને સાચો પ્રતિભાવ આપી અમારા સહુમાં એમણે જે આત્મવિશ્વાસ અને નવીન ચેતના જગાડી તે હું કદી વિસરી ન શકું. એમનો નિખાલસ, રમૂજી, મિલનસાર સ્વભાવ અમને સહુને સ્પર્શી ગયો. તેમણે અમને પ્રમાદિત્યા પ્રયત્નશીન નો ઉપદેશ આપ્યો. અધ્યાત્મિજ્ઞાન અનુભવી નો એ ગુરુમંત્ર મેં ગુર્વા પાતશિષ્ય તરીકે આત્મસાત કરી લીધો.
મારો પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ થવાને આરે હતો. મારી થિસિસ યુનિવર્સિટીને સોંપી દીધી હતી. મારી મૌખિક પરીક્ષા માટે ડૉ. રમણભાઈ મારા પરિક્ષક હતા. વાંચવાની તૈયારી ચાલુ જ હતી. મારા માર્ગદર્શક ડૉ. કલાબહેન શાહે મને ખાસ સૂચના આપી હતી, “તમે તૈયારી બરાબરકરજો. ડૉ. રમણભાઈ ઘણી ઝીણવટથી ચિવટપૂર્વક પ્રશ્નો પૂછશે.” મારું વાંચન પૂર્ણ કર્યું. યુનિવર્સિટીના હૉલમાં ડૉ. શ્રી રમણભાઇએ પરિક્ષક તરીકે કેટલાક પ્રશ્નો પૂછયા. જેમાંના એક બે નીચે મુજબ છેઃ
શ્રીમદ્ બુદ્ધિસાગરજીના ખાસ ભક્ત કોણ હતા જાણો છો ?' મારો જવાબએમના ખાસ ભક્ત શ્રી મણીલાલ પાદરાકર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org