________________
૩૫૮
શ્રુત ઉપાસક રમણભાઈ
‘એમના પિતાનું નામ જાણો છો ?'
‘હા, એમના પિતા શ્રી મોહનલાલ હીમચંદ હતા.’ તેઓ કઈ અટક (સ૨નેમ) પોતાના નામ પાછળથી મૂકતા હતા ?’ ‘વકીલ, તેઓ શ્રી મોહનલાલ હીમચંદ વકીલ તરીકે જાણીતા હતા.’
‘ઘણું જ સુંદર.’ આ પ્રમાણેના કસોટી કરતાં ખૂબ ઝીણવટભર્યા પ્રશ્નો પણ તેઓ પૂછતાં. બહારથી સરળ દેખાતા પ્રશ્નો પણ વિશાળ વાંચન અને યાદશક્તિની કસોટી કરી લેતા. અને હું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગઈ.
જ્યારે તેઓ સપરિવાર મુલુંડ રહેવા આવ્યા ત્યો૨ તેમને મળવાનું ઘણીવા૨ થયું. એ નિસ્પૃહી દંપતીને મળો ત્યારે ઉપાશ્રયમાં કોઈ સાધુ-સંતને વંદન કર્યા હોય એવી જ અનુભૂતિ થાય. તેમની સાથેના વાર્તાલાપમાં તેઓ દરેક વિષયને વિગતવાર સમજાવે. ચક્રવર્તી રાજા ખારવેલના શિલાલેખ વિષેની વાત નીકળતા તેમણે ઊંડાણથી રસપૂર્વક એની પંક્તિઓનો ભાવાર્થ સમજાવ્યો તથા જ્યારે તેમણે જાતે એ શીલાલેખ જોયો હતો ત્યારે એની સ્થિતિ કેવી હતી કે પણ દર્શાવ્યું. એમને મળવા આવનારા સ્નેહીઓને એમના દુર્લભ ખજાનામાંથી થોડાં પુસ્તકો અચૂક ભેટ સ્વરૂપે મળતાં જ હોય અને આગંતુકો એને પ્રસાદી સમજી ગ્રહણ કરી કૃતાર્થ થતા.
જાણે વાત્સલ્યસ્વરૂપા માતા-પિતા જ મુલુંડને આંગણે પધાર્યા હોય એવી જ લાગણી થતી. શ્રી રમણભાઈની છત્રછાયા આપણે ગુમાવી એમ માનવાને મન તૈયાર નથી, કારણ કે કરૂણામયી, સ્નેહસભર માતા તારાબહેન એ ખોટ પૂરે છે.
જગ રૂએ એવું મહામાનવોનું મરણ
જન્મધારણ કરેલા પ્રાણીમાત્રનું મરણ અવશ્ય હોય છે. પરંતુ મહામાનવોનું મરણ કબીરે કહયું છે તેમ તું જન્મ્યો ત્યારે તું રડ્યો જગ હસ્યું. એવી કરણી કર કે તું જ્યારે ચિરવિદાય લે ત્યારે તું હસે અને જગ રૂએ. એવું જ કંઈ આ પ્રસંગે અનુભવાય છે.
જ્ઞાનીજનો કહે છે કે દેહસંબંધી જેનો સંબંધ છે તે સંયોગનો અવશ્ય વિયોગ છે. પરંતુ પ્રભુસ્મરણ કે આશ્રયના ભાવે દેહ છૂટે તે સાર્થક છે. ૨મણભાઈ વિષે આવું બન્યું છે તે પ્રેરણાદાયી છે.
I સુનંદાબેન વોહોરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org