________________
ક્ષત ઉપાસક રમણભાઈ
૩૫૯
સ્મરણાંજલિ
|| શ્રી સુદર્શના પ્રબોધ કોઠારી પરમ પૂજ્ય રમણભાઈ વિશે લખવાનું આવે ત્યારે આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે. કારણકે થોડા વખત પહેલાં જ્યારે હું અને મારા પતિ પ્રબોધ કોઠારી મુલુંડ એમના ઘરે મળવા ગયા હતા, ત્યારે ખૂબ જ ઉમળકાભેર અમને આવકાર્યા હતાં. અને નિરાંતે બેસીને વાતો કરી હતી. એ વખતે તેઓ શ્રી “આશાતના' વિશે લખી રહ્યા હતા. અને આશાતના વિશે જે ભ્રામક વાતો વિચારી રહ્યા છીએ એ તદ્દન ખોટું છે એમ પુરવાર કરી બતાવ્યું હતું. મેં એમને કહ્યું કે તમે સ્વર્ગસ્થ વ્યક્તિનો પરિચય ખૂબ જ ઉડાણથી અને તાદૃશ્ય ચિતાર આપો છો, તો એમણે કહ્યું કે હું જે વ્યક્તિને નખશિખ જાણતો હોઉં, અને લોકો પણ એને વિશે જાણવાની ઇચ્છા ધરાવતા હોય તેવા લોકો વિશે લખી તેના ગુણોનું દર્શન કરાવવું મને ગમે છે. ઘણો લાંબો સમય બેઠાં એટલે જૂની વાતો (સાહિત્ય સમારોહની) નીકળી. ઘણાં સમારોહમાં હું એમની સાથે ગઈ છું. અને એમનું સાન્નિધ્ય મને મળ્યું છે. વધારામાં જ્યારથી “પૂજ્ય પનાલાલ જગજીવન ગાંધી મારે ત્યાં રહેવા આવ્યા ત્યારે તો લગભગ દરરોજ એમની સાથે વાતો થતી. અને મને ખૂબ જ નસીબદાર છું એમ કહેતા અને કહેતા કે જેટલું મળે તેટલું લઈ લેજે. ઘરે જ્ઞાનની ગંગા આવી છે. પનાભાઈના “પાન” ને યાદ કરી ખાસ હસાવ્યા. પાટણના સમારોહ વખતે મેં બધાને બરફગોળો ખવરાવ્યો હતો, તે પણ યાદ કર્યું. અને કે. લાલને જોવા ગયા તે પણ યાદ કર્યું. પૂ. જંબૂવિજયજી મહારાજ સાહેબ સાથે એમણે કરેલી એક સુંદર ચર્ચા હજી મને યાદ છે. “પાંચ જ્ઞાન સાથે “પાંચ કલ્યાણક' ને એવા ઘટાવ્યા કે જ્ઞાનની છોળો ઉછળતી હોય તેવો અનુભવ થાય.
મારો દીકરો શ્રેયાંસ જ્યારે S.S.C. થયો ત્યારે અમે એમને ત્યાં પગે લાગવા ગયાં હતાં, તે વખતે કહ્યું કે તારું નામ ભગવાનનું છે એટલે તેને ભગવાનની પ્રતિમા ભેટ આપું છું. આજે પણ એ ભગવાન મારા ઘરમાં બિરાજમાન છે.
તારાબેન જ્યારે રસ્તો ઓળંગી શકતાં નહીં, ત્યારે એ હાથ પકડીને સામે મોટા દહેરાસર સુધી મૂકવા આવતા. અને મને સોંપીને જતાં ત્યારે હું કહેતી કે મારે તો તમારા ઘર સાથે બેવડો સંબંધ છે. મંડળમાં તારાબેન, અને યુવક સંઘમાં રમણભાઈ સાથે. તો કહેતા કે ડબલ લાભ લેવાની યુક્તિ સારી છે, એમ કહીને હસાવતા. એમણે ભગવાનની પૂજા કેવી રીતે કરવી, અને કયો ભાવ રાખવો તે વિગતવાર સમજાવેલું. આવી મહાન વ્યક્તિને યાદ કરવા તે મારે માટે પુણ્યનું ઉપાર્જન કરવા જેવું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org