________________
ત ઉપાસક રમણભાઈ
અત્યંત પ્રભાવક વ્યક્તિત્વ
I ચંદુલાલ સેલારકા કેટલીક વ્યક્તિઓને આપણે વધુ વખત કે વારંવાર પ્રત્યક્ષ મળ્યા ન હોઈએ પરંતુ તેમનાં લખાણો, પ્રવચનો અને તેમના વિશે અન્ય સ્નેહી-મિત્રોએ કરેલી વાતો કે સંસ્મરણો દ્વારા તે વ્યક્તિનો જાણે કે આપણને પ્રત્યક્ષ પરિચય થયો હોય કે આપણે તેમની સમીપમાં જ, આસપાસ જ જાણે ઉપસ્થિત હોઈએ તેવી અનુભૂતિ થાય છે. સ્વ. શ્રી રમણલાલ શાહની બાબતમાં મને આવો જ અનુભવ, અનુભૂતિ થયાં છે. એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું વારંવાર બન્યું નથી. પરંતુ પહેલાંનું “પ્રબુદ્ધ જૈન' હવે “પ્રબુદ્ધ જીવન' બન્યું છે. તેનાં વાંચન દ્વારા શ્રી રમણલાલભાઈની નીકટમાં જ હોઈએ તેવી તેમની લેખિની, સરળ-શિષ્ટ ભાષા અને જે કંઈ જોયું, જે કોઈ વ્યક્તિને મળ્યા કે જે કોઈ પ્રસંગ કે “ઈવેન્ટ'ના સાક્ષી બન્યા તેનું આબેહૂબ ચિત્રણ જોઈ–વાંચી, તેઓ જાણે આપણી સમક્ષ જ બેઠા હોય અને વાત કરતા હોઈએ તેવી લાગણી થઈ છે, ફીલ (Feel) થયું છે.
હું ઠીક ઠીક વાંચતો થયો ત્યારથી કે તે પહેલાંથી મારા સ્વ. પિતાશ્રી ભગવાનજીભાઈ પ્રબુદ્ધ જૈન'ના ગ્રાહક અને વાચક હતા. આ બન્ને શબ્દો એટલા માટે વાપર્યા કે ઘણી વખત-કે મોટે ભાગે-ગ્રાહક વાચક નથી હોતો કે વાચક ગ્રાહક નથી હોતો. અમે “જૈન” નહોતા છતાં “પ્રબુદ્ધ જૈન' શા માટે પિતાજી મગાવતા હશે ? કદાચ તેનું મુખ્ય કારણ હતું તે વખતે તેમાં પ્રસિદ્ધ થતી સ્વ. ડૉ. વૃજલાલ ધરમચંદ મેઘાણીની સત્યકથાઓ-વાર્તાઓ જે પાછળથી “આળાં હૈયાં' નામે પ્રગટ થઈ હતી. ઉપરાંત પિતાજીની જ્ઞાનપિપાસા અને વાંચનરસ તો ખરાં જ. ડૉ. મેઘાણી અમારા પરિવાર-મિત્ર-ફેમિલી ફ્રેન્ડ હોવા સાથે મારાં માતાજીના ખાસ દમ-રોગના ડૉક્ટર હતા. તે સમયના તેઓ કંઈક વિશેષ પ્રકારનાં સોનાનાં ઈંજેક્શન' આપતા જેથી મારા માતુશ્રીને દમના દર્દમાં રાહત રહેતી.
તે વખતના પ્રબુદ્ધ જેન'ના તંત્રી હતા સ્વ. શ્રી મણિલાલ મોકમચંદ શાહ. પરંતુ ખરું તંત્રીકાર્ય તો શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કરતા. તેમની કલમ સશક્ત હતી અને વિચારો ક્રાંતિકારક હતા. તેમણે એક વખત તેમના પિતાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org