________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૬૧
સ્વ. કુંવરજીભાઈ કાપડિયા વિશે લેખ લખેલો. તે મારા પિતાજીને ખૂબ ગમેલો અને મને તે ખાસ વંચાવેલો. સામાન્ય રીતે કોઇના ફોટા ન છાપતા. ‘પ્રબુદ્ધ જૈન'માં કુંવરજી બાપાનો ફોટો પણ છપાયેલો તે મને આજે આટલા વર્ષે આંખો સામે આવે છે.
મુ. શ્રી પરમાનંદ કાપડિયાના અવસાન પછી તેમના પેગડામાં પગ ઘાલે, તેમની કક્ષાની, વિદ્વાન, સામાજિક-સંપર્ક અને સેવાભાવનાવાળી વ્યક્તિ મેળવવી મુશ્કેલ હતી. પરંતુ કુદરતે જાણે તે ખાલી જગ્યા પૂરવા જ રમણભાઇને ઘડ્યા હતા. ત્યારથી (સને ૧૯૮૨થી) આજ સુધી શ્રી રમણલાલ શાહે તેમની રીતે છતાં ‘પ્રબુદ્ધ જીવન’ની કક્ષાને નીચી પડવા દીધા વગર તેનું તંત્રીકાર્ય કરીને એક ઐતિહાસિક કાર્ય સિદ્ધ કર્યું છે, એક સીમાચિહ્ન મૂક્યું છે તેમ કહેવું જોઈએ. આજે તેઓ નથી ત્યારે ફરી એકવાર આ મર્યાદિત સરક્યુલેશનવાળા સામયિકની ઊંચી કક્ષા જાળવવાની જવાબદારી જેન યુવક સંઘના કાર્યકરો ૫૨ આવી પડી છે. પરંતુ ‘બહુરત્ના વસુંધરા’–જૈન સમાજમાં એક એકથી ચડિયાતા વિદ્વાનો અને સામાજિક સેવાની ભાવના સાથે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા, જૈન દર્શનના અભ્યાસીઓ અને જ્ઞાતાઓ છે તેથી ચિંતાને સ્થાન નથી.
સ્વ. શ્રી રમણભાઈનો જૈનદર્શનનો, શાસ્ત્રોનો અને તેના આનુષંગી વિષયોનો વિશાળ અને ઊંડો અભ્યાસ તેમનાં લેખો અને પ્રવચનોમાં છતો થાય છે. કેટલાયે જૈનદર્શનનો વિષય લઈ પીએચ.ડી. (Ph.D.) કરનારના તેઓ માર્ગદર્શક રહ્યા છે. તેમની કક્ષાની જૈનદર્શન અને આગમોના અભ્યાસી બીજી કોઈ વ્યક્તિ કદાચ ભાગ્યે જ મળે એટલું બધું કામ તેમણે કર્યું છે.
જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને સતત ૩૩ વર્ષો રહી તેમણે તેમની વાણી, જ્ઞાન, નિષ્ઠા અને સામાજિક પ્રતિષ્ઠાનો ખ્યાલ આપણને આપ્યો છે. તેમનાં જ્ઞાનનો પ્રભાવ એટલો હતો કે કોઇપણ ઉચ્ચ કોટીના સાધુ, સંત કે સાહિત્યકાર-વિદ્વાન વ્યાખ્યાનમાળા માટેના તેમના નિમંત્રણને પાછું ઠેલી જ ન શકે ! આ તેમની વર્ષોની તપની ત્રિજયા હતી. તેમાં પ્રવેશનાર તેમના સૌમ્ય, ઠરેલ, સાત્ત્વિક તપના તેજથી પ્રભાવિત થયા વગર રહે નહિ.
‘પ્રબુદ્ધ જીવન’ના છેલ્લા એક-બે અંકોમાં તેમની અત્યંત નાદુરસ્ત તબિયત વિશે ઉલ્લેખ હતો અને તેઓ મુલુંડમાં તેમના પુત્રી શૈલજાબહેનની ઘરની નજીક હતા. છતાં છેલ્લી ક્ષણ સુધી જાણે તેમણે કલમને નીચે ન મૂકી અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org