________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સંતાનસમાં “પ્રબુદ્ધ જીવન માટે લખતા રહ્યા. અંગ્રેજીમાં કહે છે તેમ He died in harness- કામ કરતાં કરતાં તેની પૂર્તિમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો તેમ કહી શકાય.
તેમની અસ્વસ્થ તબિયતના સમાચાર વાંચી મેં જેન યુવક સંઘના મંત્રી અને પ્ર. જી.'ના સહ તંત્રી શ્રી ધનવંતભાઈને ફોન કર્યો. રમણભાઈની તબિયત વિશે જાયું. મારાં કરતાં રમણભાઈ પાંચેક વર્ષ મોટાં હશે, આશરે એંસીએકની વયના, તેવો મારો અંદાજ હતો. મનમાં ભય પણ પેઠો કે જેવી અસ્વસ્થ તબિયત અને ઉંમર હતી અને નબળાઈ હતી-તેનું પરિણામ-અને એ ભય સાચો પડ્યો. ફોન કર્યાના થોડા જ દિવસોમાં રમણભાઇના અવસાનના દુ:ખદ અને આઘાતનજનક સમાચાર મળ્યા.
આ રમણભાઇએ યુવાનીમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કામ કરતાં કરતાં એકાંકી નાટિકાઓ લખેલી જે ખૂબ સફળતાપૂર્વક ભજવાયેલી પણ ખરી. મેં મારી વિદ્યાર્થી અવસ્થામાં ઝેવિયર્સ કૉલેજના જૂના હોલમાં તે જોયેલી પણ. તેમણે પ્રવાસો કર્યા અને તેનું રસિક અને માહિતીપૂર્ણ વર્ણન પાસપોર્ટની પાંખે' નામના તેમના પુસ્તકમાં છે, જેને સરકારે પારિતોષિક પણ આપેલું. તેઓ N.C.C. ના મેજર પણ હતા.
જૈન યુવક સંઘ'ના પ્રમુખસ્થાનેથી તેમણે સ્વેચ્છાએ ખસી જવું યોગ્ય ગયું. પરંતુ સૌનાં દબાણથી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેનું કાર્ય ચાલુ રાખ્યું તે સમાજનું સદ્ભાગ્ય.
છેલ્લે, “આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય સ્મૃતિ એવૉર્ડ' માટે ઉમેદવાર કે વ્યક્તિની પસંદગી કરવાની હતી. ત્યારે મેં એક અગ્રણી કાર્યકરને મારો મત નમ્રતાપૂર્વક જણાવ્યો કે-“આ એવોર્ડ માટે શ્રી રમણભાઈ યોગ્ય વ્યક્તિ છે. બીજાઓ પણ હશે જ. પરંતુ સિનિયોરિટી જોતાં અને રમણભાઈની નિષ્ઠા, જ્ઞાન અને સમર્પણભાવ જોતાં તેમને પ્રથમ પસંદ કરવા જોઈએ !'
તે કાર્યકર ભાઈએ “ખાનગી' રાખવાની શરતે કહ્યું કે “રમણભાઈ જ આ પસંદગી સમિતિમાં મુખ્ય છે અને તેમણે એવોર્ડ સ્વીકારવાની ના પાડી છે. બીજી એક અત્યંત યોગ્ય વ્યક્તિનો વિચાર સમિતિ કરે છે.” હું એ અન્ય યોગ્ય વ્યક્તિ કોણ હશે તે સમજી શક્યો હતો. પરંતુ ઔપચારિક રીતે જાહેર થાય તે પહેલાં “સીક્રસી' જાળવવાની હતી તેથી હું મૌન રહ્યો. સામે આવેલા માન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org