________________
શુત ઉપાસક રમણભાઈ
૩૬ ૩.
એવૉર્ડને ન સ્વીકારવાની સ્થિતપ્રજ્ઞતા તથા તે અન્ય યુવાન વિદ્વાનને આપવાની વિચારણામાં રમણભાઈની ઉદાત અને ઉદાર વિચારસરણી તથા ભાવનાનાં દર્શન થાય છે. ધન્ય છે તેમને !
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, સ્વ. વાડીલાલ મોતીલાલ, સ્વ. ગીરધરલાલ કાપડિયા, સ્વ. વીરચંદ પાનાચંદ અને સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા જેવા મહાજનોને પગલે ચાલનાર એક વિશિષ્ટ માનવ આપણી વચ્ચેથી ચાલ્યો ગયો તે ઘા સહન કરવો રહ્યો. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષમાર્ગ પ્રદાન કરે અને શ્રીમતી તારાબહેન, ચિ. શૈલજાબહેન તથા અન્ય સ્વજનોને આ ઘા સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.
મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગની અંજલિ મુંબઈ વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ઇ. સ. ૧૯૭૦ થી ૧૯૮૬ સુધી કાર્યરત રહી પોતાની સંનિષ્ઠ અધ્યાપન પ્રવૃત્તિ આદરનાર સાહિત્યમર્મજ્ઞ વિદ્વાન પ્રો. ડૉ. રમણલાલ શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાન બદલ મુંબઈ વિદ્યાપીઠ-ગુજરાતી વિભાગના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીગણ ઊંડા દુઃખની લાગણી અનુભવે છે અને સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. સ્વર્ગસ્થના આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ ! ડૉ. રતિલાલ રોહિત, ડૉ. ઉર્વશી પંડ્યા, ડૉ. નિતીન મહેતા,
શ્રીમતી આરતી ડોંગરેકર, શ્રી મધુભાઈ તાંબોલી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી મુંબઈ યુનિવર્સિટી
xxx The void created by his demise cannot be filled
The sacrifiece he gives for the family and its well being cannot be measured and valued in any worldly terms.
The void created by his demise cannot be filled but his spirit and friendly attitude towards others and above all his kind and helping nature will make us feel his presence for
ever.
O LION VIREN GALA District Governor, Mumbai
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org