________________
૩૬૪
સેવામૂર્તિ રમણભાઈ
I ઘેલુભાઈ નાયક
આ મહામના મહાત્માનો પરિચય ૧૯૮૫ માં થયો હતો, તે એમણે મુંબઈમાં ઘણાં વરસે મળ્યા પછી યાદ કર્યું. એમણે કહ્યું, ‘અમે તમારે ઘરે આવ્યા હતા. ચા-પાણી કરેલાં. ત્યારે શ્રી છોટુભાઈ પણ હાજર હતા.’
એમની સાથેની છેલ્લી મુલાકાત વખતે એમણે કહ્યું, ‘મને ડાંગમાં આવવાનું ગમે છે. મારે ત્યાં આવવું છે.’ અમે એમના આ વિચારને વધાવતાં કહ્યું, ‘જરૂર આવજો.'
શ્રુત ઉપાસક રમણભાઈ
તે જ વખતે બહેન તારાબહેને કહ્યું, ‘તમે એમને આશિષ આપો કે જેથી એઓ તમારે ત્યાં જાન્યુઆરીમાં આવી શકે.'
અમે કહ્યું, ‘અમારી લાયકાત હજી એમને આશિષ આપવાની નથી, એ તો પરમકૃપાળુ પરમાત્માનું કામ.’
પણ થયું કેવું ? એમના અવસાન પછીની પ્રાર્થનાસભામાં કહેવાયું તેમ, ત્યાં પરમાત્માના નિવાસે જૈન મહામના મુનિઓને એમની જરૂર હશે, એટલે તેમણે એમને તેમની પાસે ૨૪|૧૦ ને દિવસે જ બોલાવી લીધા.
‘પણ ચાલો, દેહ નાશવંત છે, આત્મા અમર છે. દેહમાંથી આત્મા નીકળે છે ત્યારે એ સર્વવ્યાપી બની જાય છે, એટલે એ વ્યાપકપણામાં આપણી પાસે ‘પૂર્ણમ્ ઇદમ્' ની રૂએ આપણી પાસે આવશે, પ્રેરણા આપતા રહેશે એમ માનીને મન મનાવીએ.’
પ્રાર્થનાસભામાં સમયની તાણ હતી એટલે ત્યાં અમે આવા વિચારો રજૂ કરી શક્યા નહીં. એય સારું જ થયું. આથી અમારા વિચારો પ્રબુદ્ધ જીવનના વિશેષ અંકમાં પ્રગટ થાય એયે સારું જ છે.
ઇ. સ. ૨૦૦૨ના જૂન માસની ત્રેવીસમી તારીખે, ધર્મસ્થાન પુઢપટ્ટીનાં પ્રશાંતિ નિલયમમાં સવારે એક નાગે બે વાર ડંખ દીધા. પહેલી વાર પકડ્યો. ક૨ડીને છટક્યો, બીજી વેળા એ નાગે એક પુષ્પ સમી બાળા પર હુમલો કર્યો. મને થયું, ‘આ ડંખથી આ બાળા તો મરી જ જશે, જ્યારે મને ખાતરી છે, મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org