________________
ત ઉપાસક રમણભાઈ
મનોબળ કહે છે, કે હું મરવાનો નથી. બીજી વાર ડંખ માર્યો, પણ એને મેં છોડ્યો નહીં. ભાવથી એને જંગલમાં સહીસલામત રીતે છોડી દીધો. એણે, એની રીતે પ્રણામ કરીને વિદાય લીધી. પછી તો લાંબી સારવાર ચાલી. આખરે એ ઝેર શરીરમાં પાચન થઈ ગયું. અને હું રમતો-જમતો-ફરતો મારાં કાર્યો કરતો થઈ ગયો.
મણિનગરમાં રહેતા મારા બહુ જૂના વહાલા મિત્ર શ્રી મનુભાઈ પંડિત નાગ-ડંખના મારા સમાચાર જાણ્યા ત્યારે એમણે મને જણાવ્યું, “તમારો આ અનુભવ લખીને મને મોકલી આપો. હું એને જીવનસ્મૃતિમાં પ્રગટ કરીશ.” અને મેં આ અનુભવ ખૂબ વિગતે લખીને મોકલ્યો. એ અનુભવ જીવનસ્મૃતિમાં છપાયો. પૂ. શ્રી રમણભાઈએ એ વાંચ્યો. મનુભાઈને જણાવ્યું કે, “ઘેલુભાઈ વિષે મારે વિશેષ જાણવું છે. “પ્રબુદ્ધ જીવનમાં એમાંથી કાંઈક લખવું છે.' મનુભાઇએ મને પૂ. રમણભાઇની આ ઇચ્છા વિષે જણાવ્યું. શ્રી રમણભાઇનો પત્ર પણ આવ્યો. મેં મારી જીવન કહાની લખવાની શરૂઆત કરી. ત્રીસેક પાન તો લખાયાં. પૂ. રમણભાઈએ કહ્યું, “તમે બહુ સારુ લખો છો, હજી પણ વિગતે લખજો.”
મુંબઈની મુલાકાતની અમને શી ખબર કે, એ છેલ્લી મુલાકાત હશે ત્યારે પણ એમણે કહ્યું, “કેટલાંક પાના થશે ?'
મેં કહ્યું, “હજી તો સાઠેક પાના થાય એમ લાગે છે. તો પછી એમણે કહ્યું, “નિરાંતે લખજો અને પછી મને મોકલી આપજો.”
પછી તો એમણે મને જણાવ્યું, શ્રી મથુરાદાસ મારફતે લખાવ્યું કે “આ વખતે, પર્યુષણના સમયમાં ડાંગને માટે અમારે કાંઈક સારી આર્થિક મદદ કરવી છે, તમારી જરૂરિયાત શી છે તે જણાવજો, પછી તો અમે અમારી જરૂરિયાત વિષે લખ્યું. ચાર મહાનુભાવોએ ડાંગ સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી. ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક તરીકે મારી પસંદગી થઈ. પછીતો દોર ચાલુ થયો. પર્યુષણના દિવસોમાં અમને બોલાવવામાં આવ્યા. અમારી સાથે સ્વામીજી પણ હતા. અમારું બહુમાન થયું. અમારી વાતો પર્યુષણની વ્યાખ્યાનમાળામાં રજૂ થઈ ત્યારે ફરીથી અમને કહેવામાં આવ્યું, કે પૂ. શ્રી રમણભાઈ કહે છે, “ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક અને ટ્રસ્ટીઓએ આજ સુધી આપણા તરફ દાન-મદદ માટે હાથ લંબાવ્યો નથી. ત્યારે આપણી ફરજ થાય છે કે, આપણે જ હાથ લાંબો કરવો જોઈએ.'
અને હાથ લાંબો થયો ! કેટલો બધો લાંબો થયો ?! કોઇપણ ટ્રસ્ટે આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org