________________
થત ઉપાસક રમણભાઈ
મહાન ભાવભરી મદદ કરી નહોતી. તે મદદ શ્રી જૈન યુવક સંઘના પ્રમુખશ્રીએ ડાંગ સ્વરાજ આશ્રમને કરી. ડાંગ સ્વરાજ આશ્રમની પ૭ વર્ષની કારકિર્દીમાં આવી મદદ મળવાનું શરૂ થયું. આંકડો લગભગ સત્તર લાખ પર પહોંચ્યો. શ્રી મથુરાદાસ લખે છે, “પૂ. રમણભાઇના તપથી આ આંકડો, તમારી ધારણાની ઉપર, તમારી ઇચ્છા ઉપર પહોંચી જશે. તમે વીસ લાખની રજૂઆત કરેલી, પણ અમને તો આશા બંધાઈ છે કે એ રકમ ૨૧ લાખ ઉપર પહોંચશે, એ માટે અમે સો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે જે જે વિગતો માગીએ તે તે આપતા રહેજો.”
શ્રી જૈન યુવક સંઘના વરસોનાં વરસો સુધી પ્રમુખપદ શોભાવનાર મહામના, મહા વિદ્વાન, મહાત્મા રમણભાઇને ડાંગ સ્વરાજ આશ્રમ હંમેશાં યાદ કરતો રહેશે. પ્રાર્થનાસભામાં પૂ. બહેન તારાબહેનને મેં કહ્યું કે, મારે આપણા ડાંગ સ્વરાજ આશ્રમ માટે પૂ. શ્રી રમણભાઇનો ફોટો જોઈશે. પ્રાર્થનાસભામાં જે ફોટો હતો તેવો જ ફોટો જોઈશે, જે કાયમ હસતો, સૌને હસાવતો રહેશે. એમણે પણ કહ્યું છે. શ્રી ચંદ્રકાંતભાઈએ પણ કહ્યું છે, “અમે જ્યારે ડાંગમાં આવીશું ત્યારે એમનો ફોટો લઈ આવીશું.”
ખરેખર, અમને પૂ. રમણભાઈએ ઓળખીને અમારી યશગાથા ગાઈ. અને અમેય એમને ઓળખ્યા છે, એટલે આ નાનકડા લેખમાં-સ્મૃતિલેખમાં-મેં મારાં હૈયાને ઠાલવવા પ્રયાસ કર્યો છે.
પૂ. રમણભાઈ, અમારા ડાંગી ભાઈ–બહેનોમાં અને અમારા આશ્રમવાસી ભાઈ-ભગિની અને કાર્યકરોમાં તમે અમર બનીને રહો એ જ પ્રભુ પ્રાર્થના. જય જિનેન્દ્ર.'
* * * પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પો ભાઈશ્રી કુમારપાળ દેસાઈના લેખ પરથી જાણવા મળ્યું કે મું. શ્રી રમણભાઈનું દુઃખદ અવસાન થયું છે. રમણભાઈએ મને મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે આમંત્રણ આપેલ ત્યારે વિશેષ પરિચય થયો. પ્રભુ સ્વ. ના આત્માને ચિર શાંતિ અર્પો.
D પ્રો. સી. વી. રાવલ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org