________________
શ્રત ઉપાસક રમણભાઈ
૩૬ ૭.
શ્રેયાર્થી આત્મીય રમણભાઈ
D મનુ પંડિત, મુંબઈ જેને યુવક સંઘના પ્રમુખ અને અમારા જેવા અનેક યુવાનોના પ્રેરણામૂર્તિ મુ. રમણભાઈના તા. ૨૪-૧૦-૨૦૦૫ના અરિહંતશરણ થયાના સમાચાર મળતાં ઘડીભર ચિત્ત ગ્લાનિયુક્ત રહ્યું.
તેમનો ૧૭મી ઓક્ટોબરે લખેલ પત્ર મને બરાબર ૨૪ મી ઓક્ટોબરે મળ્યો. તેમાં લખ્યું હતું
અત્યાર સુધીના તમારા ત્રણ પત્રો મળ્યા છે. એનો આભાર ! મારી તબિયત સારી રહેતી નથી, એથી જવાબ ન લખવા માટે ક્ષમા કરશો.”
જે દિવસે તેમનો પત્ર મળ્યો એ જ દિવસે તેઓ અવસાન પામ્યા, એ રીતે મારા માટે આ પત્ર તેમનો છેલ્લું સંભારણું બની રહ્યો. છેલ્લા ત્રણ-ચાર માસથી તેઓ મારી સાથે ડાંગના સ્વરાજ આશ્રમ વિશે, અને તેના મુખ્ય સેવક ઘેલુભાઈ વિશે માહિતી પુછાવતા હતા. એ માહિતી એમણે જૈન સંઘને આપી, સ્વરાજ આશ્રમ ડાંગ માટે પર્યુષણ પર્વ ઉપર મહાદાનની ઝોળી ફેલાવી. એ આદિવાસી સંસ્થાને પહોંચાડી જીવનનો પરમ સંતોષ મેળવીને ગયા હશે.
મુ. રમણભાઈ એટલે જિંદગીભરના શિક્ષક, પ્રખર કેળવણીકાર, સમાજશ્રેયાર્થી ઉન્નત, રચનાત્મક સાહિત્યકાર, અનેક વિદ્યાર્થીઓ અને કુટુંબોના માર્ગદર્શક, શાણા સલાહકાર, પોતે પસંદ કરેલી સંસ્થાઓને સેવા અને માર્ગદર્શન પૂરું પાડતા વફાદાર ટ્રસ્ટી-સેવક. તેઓ અનેક સંબંધીઓના વડીલ-પિતાતુલ્ય અને વાત કરવા યોગ્ય વડીલ હતા.
અમારો અને તેમનો સંપર્ક-સંબંધ ૧૯૮૩ ના મુનિશ્રી સંતબાલજીના આશ્રમ, મહાવીરનગર ચિંચણીમાં, મુનિશ્રીની પ્રથમ પુણ્યતિથિ-નિર્વાણતિથિએ થયો. એ પ્રસંગે ત્રિદિવસીય સંમેલન સાથે ચિંચણીના સમુદ્રકિનારે તેમની સમાધિ ખુલ્લી મૂકવાનો, સંતબાલ સાહિત્ય સંપુટ વિમોચનનો તેમ જ સંતબાલજીના પરમ જ્ઞાની, શ્રદ્ધયુ શિષ્ય શ્રી દુલેરાય માટલયા, પોતાના ગુરુ સાથેનો પ્રેમયોગ ચાલુ રહે અને તેમણે પ્રેરણા આપેલી સંસ્થાઓ સાથે વત્સલપૂર્ણ વ્યવહાર ચાલુ રહે તે દષ્ટિએ પૂ. વિમલાતાઈના સાંનિધ્યમાં બાર વ્રતોનો જાહેરમાં સંકલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org