________________
૩૬૮
શ્વત ઉપાસક રમણભાઈ
લેનાર હતા.
આ પ્રસંગે ૧૦૦-૧૨૫ જેટલા મુનિશ્રીના ચાહકો એકઠા થયા હતા. મુનિશ્રીના સાહિત્ય સાથે મારે સંબંધ, તેથી તેમની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે સંતબાલ સાહિત્ય સંપુટનો પ્રચાર કર્યો હતો. આ સંપુટની વિમોચનવિધિ તેમને હસ્તે થનાર હતી. ત્યારે જાણવા મળ્યું કે તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પણ છે. પ્રબુદ્ધ જીવનના તંત્રી તો ખરા જ, આ એક જાહેર શિક્ષણ સંસ્થાનું ગૌરવભર્યું પદ હતું. તેઓ શિક્ષણ ક્ષેત્ર અને ધર્મતીર્થ બંનેને શોભાવી રહ્યા હતા.
આ પ્રસંગે તેમણે પુસ્તકોનું વિમોચન કરતાં જે ટૂંકું પ્રવચન કર્યું તેમાં શબ્દોમાં કેવો સજીવ પ્રાણ હોય છે, અને તે કેવી અસર કરે છે તે જણાવ્યું. સંતબાલજીની આ તપોભૂમિમાં તેઓ સૂક્ષ્મરૂપે વિદ્યમાન છે એની પ્રતીતિ કરાવી. બોલાતા શબ્દોને તરંગલંબાઈ હોય છે, પરંતુ એ બધા શબ્દો ટકી શકતા નથી જ્યારે સહજભાવે ઉચ્ચારાતી સંતની વાણીનું પોત ટકાઉ હોય છે, કારણ કે તેની પાછળ સંતનું ચારિત્ર્ય અને તપોબળ હોય છે, વગેરે.
આ રીતે આ જાહેર કાર્યક્રમમાં એક સંતના સાંનિધ્યમાં અમારું પ્રથમ મિલન થયું. આ સાહિત્ય તૈયાર કરવામાં મારો સવિશેષ હિસ્સો હતો, તેથી અંગત રીતે મળીને મને પણ ધન્યવાદ આપ્યા. આ રીતે પહેલા મિલનમાં, પહેલી નજરે તેમની આત્મીયતાભરી મૈત્રી મેળવવાનો સુઅવસર મને મળ્યો.
ત્યારપછી મેં વિશ્વ વાત્સલ્યની જવાબદારી સંભાળી એટલે “પ્રબુદ્ધ જીવનના લખાણોને ખાસ કરીને રમણભાઇના લખાણોને આત્મીયતાભરી નજરે વાંચતો.
પૂ મુનિશ્રીની સામાજિક પ્રવૃત્તિઓમાં, તેમના કાર્યક્ષેત્રમાં વર્ષમાં ઓછામાં ઓછા બે નેત્રયજ્ઞોની મુંબઈ જૈન યુવક સંઘે અબાધિત રીતે મંજૂરી આપી હતી. પૂ. મુનિશ્રીનાં સમર્પિત શિષ્યા કુ. કાશીબહેન મહેતા નેત્રયજ્ઞની પ્રવૃત્તિને પવિત્ર ધાર્મિક યજ્ઞ કરતાં પણ સવિશેષ મહત્ત્વ આપતાં, એટલે નેત્રયજ્ઞ પ્રસંગે ગ્રામજનો અને નેત્રયજ્ઞના દરદીઓ તો આવે જ, પરંતુ કાશીબહેન પોતાનાં સગાંવહાલાં, સ્નેહી મિત્રોને બોલાવી, એક જાહેર લોક ઉત્સવનું સ્વરૂપ આપતાં. તેમાં રમણભાઈ અને મુંબઈના સાથીદારો આંખની જાળવણી અને તેમાં અપાતો સહયોગ કેટલો કીમતી છે તે સમજાવતા, તેથી આ પ્રસંગ અનાયાસે લોક કેળવણીનું માધ્યમ બની જતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org