________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૬૯
મને યાદ છે ત્યાં સુધી ભાલમાં યોજાતા પ્રત્યેક નેત્રયજ્ઞમાં મુંબઈ જૈન યુવક સંઘની મંડળી તેમાં રમણભાઈ નેતૃત્વ કરતા અને શ્રી રસિકલાલ લહેરચંદ તેમની મદદમાં હોય.
મહેમાનોને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ શરૂમાં મારે કરવાની આવતી. આ ગાળા દરમિયાન મારે તેમના વધારે નિકટમાં આવવાનું બન્યું. તેમાં સંઘની પ્રવૃત્તિઓ અને ગુજરાતની રચનાત્મક સંસ્થાઓ વિશે ચર્ચાઓ થતી.
એક પ્રસંગ યાદ રહી ગયો છે. અમદાવાદમાં યુનિ. મેદાનમાં જાહેર પ્રદર્શન ભરાયેલ તે જોઈને બધાંની જવાની ઇચ્છા થઈ એટલે અમે સીધા પ્રદર્શનમાં ગયા. ત્યાં ખાદી-ગ્રામોદ્યોગ સ્ટોલમાં ઠીક ઠીક રોકાયા. રમણભાઈ કહે, મારે એક બે વસ્તુ જોઇએ છે. અમે ગયા. તેમણે તેમની પસંદગીની વસ્તુઓ લીધી. મેં એક બંડી જોઈ. મને ખરીદવાની ઈચ્છા નહોતી, માત્ર જોતો જ હતો. ત્યાં તો રમણભાઈએ જ પસંદગીમાં સહયોગ આપ્યો, અને મને રંગ વગેરે પસંદ કરીને કહેવા લાગ્યાઃ “આ તમને વધારે શોભશે, પહેરી જુઓ.” પહેરાવી. પણ મારા ગજવામાં પૈસા નહોતા, મારી ખરીદવાની કલ્પના પણ નહોતી પણ તેમણે આગ્રહ કરીને બંડી ખરીદી, અને એના પૈસા પોતે જ ચૂકવી દઈ મારી મૂંઝવણનો ઉકેલ રમણભાઈએ સ્વયં સ્કૂર્ત કરી નાખ્યો. મને બંડી પહેરાવી, ઉપર પ્રેમભર્યો હસ્ત ફેરવી કહેવા લાગ્યાઃ આટલી નાની પ્રસાદી અમારા તરફથી સ્વીકારશો.”
આ પ્રસંગને લગભગ વીસેક વર્ષ થઈ ગયા હશે, પણ હજુ તેમનો પ્રેમભર્યો મૃદસ્પર્શ અને વચનો એટલાં જ તાજાં છે.
ત્યારપછી તો તેમનાં પુસ્તકોનો મને જાણે અધિકાર મળી ગયો, તેમનાં મોટા ભાગનાં પ્રકાશનો મને ભેટ મળતાં. હું પણ કંઈક એવું હોય તો મોકલતો.
મેં પંદરેક વર્ષ ગાંધીજીના નવજીવન ટ્રસ્ટમાં પ્રકાશન ક્ષેત્રે કામ કરેલું. આ સંસ્થામાં ગાંધીજીનાં તેમ જ તેમના સાથીઓનાં બધાં લખાણો ઉપર કોપી રાઈટનું તાળું ! મને ઘણી વખત રંજ થતો. મને જ્યારે સંતબાલજીના મહાવીર સાહિત્ય પ્રકાશનના મંત્રી બનવાની તક મળી ત્યારે અમે પણ કોપી રાઈટનો છેદ ઉડાડી દીધો. આ વિચારના બીજમાં મને મુ. રમણભાઈના પ્રકાશનોમાં ઊઘડતાં પાનામાં-No Copy Right નો સંદેશ સંભળાવેલ. સાધુ-સંતોને પોતાના સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org