________________
૩૭૦
શ્રત ઉપાસક રમણભાઈ
ઉપર સ્વામીત્વનું મહત્ત્વ ઓછું જોવા મળે, તેઓ તો નિજાનંદ અર્થે સર્જન કરતા હોય છે. પૂ. સંતબાલજી એમાં પૂરેપૂરા સંમત થયા હતા અને એથી મને ઘણો આનંદ થયો હતો.
પર્યુષણ પર્વ ઉપર કોઈ ગ્રામીણ ક્ષેત્ર પસંદ કરી, ત્યાંની સંસ્થાને મુંબઈ જૈન યુવક સંઘ જે આર્થિક સહયોગ અને રચનાત્મક દૃષ્ટિનું દાન પૂરું પાડે છે, તે એક અજોડ અને બેનમૂન સેવા છે. હું મારી જીવનસ્મૃતિમાં તેની અવાર-નવાર નોંધ લેતો, અને અન્ય સંસ્થાઓને આનું અનુકરણ કરવાની ભલામણ કરતો.
છેલ્લા (૨૦૦૫ના) પર્યુષણ પર્વમાં તેમણે ડાંગના આદિવાસી ક્ષેત્રના સ્વરાજ આશ્રમ-આહવાને પસંદ કરીને ગુજરાત-મહારાષ્ટ્રની પ્રજાકીય મંત્રીને મજબૂત પ્રેમગાંઠે બાંધી છે. તેમના જીવનનું આ એક અમૂલ્ય પ્રદાન. તેમાં કંઈક અંશે અમારે નિમિત્ત બનવાનું બન્યું તેનો અમને આનંદ હોય જ !
રમણભાઈનું સમગ્ર જીવન દર્શન વિવેકપ્રધાન હતું. “પ્રબુદ્ધ જીવનના પ્રથમ પાને જે લેખ આવતો તે આ રીતે હું વાચતો. તેમાં વ્યાપક લોક કેળવણીની દૃષ્ટિ સમાયેલી રહેતી. તેમનું તમામ લેખન પ્રજાજીવનની શુદ્ધિ, વૃદ્ધિ અને સંસ્કાર નવરચના અર્થે રહેતું. એમની પ્રવાસકથાઓ અને સંસ્મરણો ઊર્ધ્વલોક ભણી ખેંચી જતાં. તેમના સગુણો વિશેષે વિનમ્રતા, વિનય અને વિવેકે કેટલા બધાના શ્રદ્ધેય અને આદરપાત્ર બન્યા હતા એમની શ્રદ્ધાંજલિઓથી જોવા મળે છે.
સંઘના પૂર્વ મંત્રી ચીમનલાલ જે. શાહ સાથે અવાર-નવાર પત્ર વ્યવહાર થતો, રમણભાઈ સાથે મર્યાદિત પણ તેમનું પ્રબુદ્ધ જીવન' એ જ તેમનો પત્ર! તેમના લખાણોમાંથી અમારા જેવાનું અજ્ઞાત રીતે ઘડતર થતું તેથી “જીવનમૃતિ'ના જે પથદર્શક વડીલો હતા, તેમાં રમણભાઈ પણ એક હતા. તેમના સાહિત્યમાંથી વિચાર, વાણી અને વ્યવહારની જે ત્રિવેણી સેર અવતી એ એમના સત્યમય જીવનનું એક અભિન્ન અંગ હતું તેથી અમારા જેવા સેવકોને માટે તેઓ સદા આત્મીય રહેતા ! અને આત્મીય રહેશે.
તેઓ ધર્મિષ્ઠ આત્મા હતા. જેનધર્મ વિશેનું તેમનું જ્ઞાન વિપુલ હતું. આચાર્ય ભગવંતો એ પંડિતો પણ તેમની પ્રશંસા કરતાં. એટલાજ વિનયી અને વિવેકી હતા. એમના જવાથી સમગ્ર ગુજરાતને ખોટ પડી છે.
I પ્રો. ગોવિન્દભાઈ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org