________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૭૧
જ્ઞાનયોગી ડૉ. રમણભાઈ
I મહેન્દ્ર શાહ-દાદાજી જીવનનો ઉદ્દેશ મને એક આકસ્મિક ઘટનાના પરિણામે સમજાયો. જેથી મારા જીવનમાં એક વળાંક (Turning Point) આવ્યો. હું એકરાર કરું છું, કે મોડું મોડું પણ મને જીવનમાં સત્ય પરખાયું છે અને જીવતા જ માનવજન્મની શ્રેષ્ઠતા જાણી એનો આનંદ માણી રહ્યો છું.
આવી અણમોલ અનુભૂતિ મારા જેવા સામાન્ય માણસને થાય. એ મારા કુટુંબીઓ, સ્વજનો અને મિત્રો માટે આશ્ચર્ય સ્વરૂપ છે. છતાં હકીકત છે કે જ્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે ભાઈ શૈલેષ કોઠારીએ એમના ઘરે શ્રી રમણભાઈ સાથે મુલાકાત કરાવી અને જ્યારે એમને મને રંગો અને લેગ્યા વિષે પૂછયું; ત્યારે મારા જવાબથી એમને સંતોષ થયો અને પ્રવચન અંગે નાની નાની બાબતો વિષે સમજ આપી કે સમયસર કાર્યક્રમ શરૂ થાય માટે આગલા દિવસે રાત્રે જ મુંબઈ આવી જજો- કારણ હું દૂર ગોરેગામ રહું માટે. વ્યાખ્યાનમાળામાં એમણે જે સ્વરમાં મારો પરિચય આપ્યો તેના ફળસ્વરૂપે સૂક્ષ્મ તત્ત્વની અતિ ગહન દિશામાં ચિંતન કરવાનું વિચારી રહ્યો છું. માનવજીવનમાં ક્યારેક ને ક્યારેક નવી દિશા, નવી તક પોતાના ઉત્થાન માટે આવે જ છે.
આમ જે સ્વયં શુદ્ધ છે એને મારા મનની શુદ્ધિ કરી જૈન તત્ત્વો અને શાસ્ત્રોમાં રહેલી મંત્ર શક્તિઓ-વર્ણદર્શનો અને વેશ્યા દ્વારા પરિવર્તનો અંગે જ્યારે જ્યારે મેં માર્ગદર્શન માગ્યું ત્યારે એ જ સ્વરમાં–કે જેના સૂર હૃદયમાંથી નીકળતાં એમને મને આપ્યું છે.
મારા કલર થેરાપી અંગેના જ્ઞાનસભર પુસ્તક “ફાનસ'નું વિમોચન એમના હસ્તે કરવાનું હતું, નક્કી પણ થયું, અગાઉના દિવસે ધરમપુર હતા અને મને ફોનથી જણાવ્યું કે જરાયે ચિંતા કરતા નહિ-હું સમયસર સીધો હૉલ પર પાર્લા આવી જઈશ; અને તે પુસ્તકનું લોકાર્પણ એમના હસ્તે જ થયું–કાર્યક્રમના ફોટા આજે ફરી ફરી મેં જોયા.
એ ફરિશ્તાના, જેના રોમે રોમે વ્યાપેલી દિવ્ય શક્તિનાં, નિરંતર પ્રેમપૂર્વક સૌ સાથે અંતરથી જોડાયેલાં; એ જ્ઞાનયોગી જે હંમેશાં પ્રભુનાં જ્ઞાનનું દાન કરે છે, એવા દાનેશ્વરીનો છેલ્લો પત્ર મને મળ્યો કે મારું નવું સરનામું નોંધી લેશો”....
એ સંતોના ચરણ કમલમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org