________________
૩૭૨
શ્વત ઉપાસક રમણભાઈ
તપઃપૂત પ્રતિભા
પ્રફુલ્લ રાવલ રમણલાલ ચી. શાહનો પરોક્ષ પરિચય તો ખાસ્સો જૂનો. હું કિશોરાવસ્થાથી કુમાર'નો વાચક–ચાહક. અક્ષરે અક્ષર વાંચું. એમાં એમના એકાંકી વાંચ્યા હતા. જે પાછળથી “શ્યામ રંગ સમીપે' નામે પ્રસિદ્ધ થયા હતા. પરંતુ પ્રત્યક્ષ મળવાનું થયું હતું વીરમગામમાં જ પ્રખ્યાત ભાષાવિદ ડૉ. કાન્તિલાલ બ. વ્યાસના નિવાસસ્થાને. ત્યારે હું હાઈસ્કૂલમાં ગુજરાતી ભાષાનો શિક્ષક હતો. અને કોઈપણ લેખકને જોઈ–મળી અપાર આનંદ અનુભવતો. એ ભાવાત્મક મનઃસ્થિતિ હતી જે આજે પણ પૂર્ણ ઓગાળી નથી. ત્યારે મુલાકાતથી ભર્યો ભર્યો થઈ ગયો હતો. કેવું સાલસ વ્યક્તિત્વ હતું ! તારાબહેન પણ સાથે હતાં. દંપતી સંસ્કારિતાથી પ્રભાવ પાડતું હતું.
પછી ખાસ્સો સમય પસાર થયો. હું વ્યવસાયમાં પડ્યો. વળી કોઈક નિમિત્તે પત્ર લખવાનું બન્યું અને ઉત્તર સાથે પુસ્તક પણ મળ્યું. તે સંશોધનનું હતું. એમની પ્રતિભાનું નોખું પાસું પામ્યો. એમની સર્જકતા અવશ્ય કોળત પરંતુ જીવ અભ્યાસનો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-વિશેષ તો જૈન સાહિત્યના સંશોધન-સંપાદન બાજુ ગતિ થઈ. એટલે પેલી સર્જકતા થંભી ગઈ. જોકે ત્યારબાદ એમના જીવન-ચરિત્રાત્મક લેખો અને પ્રવાસ નિબંધોમાં સર્જનના ચમકારા અવશ્ય જોવા મળ્યા. પરંતુ જૂનાં જૈન સાહિત્યમાં દિલ દઇને અભ્યાસ કર્યો અને એનો હિસાબ પણ આપ્યો. ઘણું ખોળ્યું, પ્રસિદ્ધ પણ કર્યું.
ફરી પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે એમની તપઃપૂત પ્રતિભાનો સુવર્ણકાળ હતો. મુંબઈના એમના મલબાર હિલના નિવાસ સ્થાને મળવાનું થયું હતું ત્યારે વિદ્વતાના ભાર વિનાનું એમનું વ્યક્તિત્વ ઋજુતાથી તેજસભર લાગ્યું હતું. * જૈન ધર્મના ભાવમય અભ્યાસથી જાણે પેલું જિનત્વ એમનું સંગાથી થઈ ગયું હતું ! જે સર્વમાં સમભાવ શોધતું હતું. ધીમે ધીમે અપરિગ્રહવૃત્તિ પાંગરી અને રમણભાઈ સંસારી રહ્યા છતાં ય જિનત્વના અધિકારી બન્યા. હું તો એમનાથી ખાસ્સો નાનો, પરંતુ “કુમાર'માં પ્રસિદ્ધ થતાં મારા જીવનચરિત્રાત્મક લેખો એમણે વાંચ્યા હશે, એથી જાણે હું એમની જ School નો અનુગામી ન હોઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org