________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૭૩.
તેવો ભાવ એ છૂપાવી શક્યા નહોતા. એમણે મને થોડાં પુસ્તકો ભેટ આપ્યા હતા. તેમાં “બૌદ્ધધર્મ' નામક નાની પીળી પુસ્તિકા હતી. તેમાં જપાનના યેહન નુયાતાનો ફોટોગ્રાફ હતો. પાછળથી એ જપાની ઉદ્યોગપતિનું ટૂંકું જીવનચરિત્ર મેં “કુમાર'માં લખ્યું હતું. વાંચીને એમણે આપેલા પ્રતિભાવથી હું પોરસાયો હતો. છેલ્લે જ્યારે એમને સમદર્શ આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક મળ્યો તે નિમિત્તે મેં લઘુલેખ કર્યો હતો. ત્યાં એમના જીવનની અભ્યાસ બાજુ દર્શાવી હતી. વાંચીને ફોન પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પરંતુ એમની વાણીમાં અહંનું નિરસન વર્તાયું હતું. વ્યક્તિવિશેષ શ્રેણીની બે પુસ્તિકા મોકલી તો વળતો જવાબ મળ્યો-“હવે વંચાતું નથી.. ન મોકલો તો સારું.” પણ માર્ચ ૨૦૦૧માં મેં મારી
બા એટલે' પુસ્તિકા મોકલી તો એમનો પ્રતિભાવ આવો મળ્યો હતો : “હમણાં ઘણાં વખતથી પરસ્પર સંપર્ક કર્યો નથી. તમારી પુસ્તિકા “બા એટલે મળી. એથી સંપર્ક તાજો થયો. બા અને બાપા-બંને વિશે વાંચી ગયો. આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે કેવા વસમા દિવસો જોવાના આવે છે અને એમાં બા-બાપાનું ખમીર કેવું રહ્યું છે તે જોવા મળ્યું. કિશોરાવસ્થામાં મેં પણ નિર્ધનતાના દિવસો ગુજાર્યા છે એટલે વાસ્તવિકતાની તરત પ્રતીતિ થઈ. અભિનંદન.”
તૈત્તિરીય ઉપનિષદનું વિધાન સ્વાધ્યાય પ્રવચનામ્ય = પ્રતિવ્યમ્' જાણે રમણભાઈનું જીવનસૂત્ર હતું.
પ્રવાસ એમનો શોખ હતો. એ પ્રવાસી હતા. જેવા બહારના, તેવા ભીતરના. એમના પ્રવાસનિબંધોમાં ક્યાંક ભીતરના પ્રવાસીનું રૂપ ડોકિયું કરતું. વય થતાં પ્રવાસ થંભ્યો હતો. પરંતુ પછી કદાચ થાક્યા હશે. પ્રવાસ વગર, તેથી તો ૨૪ ઓક્ટોબરે એમણે આદર્યો લાંબો પ્રવાસ-વણ થંભ્યો અને ‘તસ્વાર્થ સૂત્ર' મુજબ “તનતમૂર્વછત્યાનો તાત્ એ ઊર્ધ્વગતિ કરીને લોકના અગ્રભાગે પહોંચી
ગયા.
નિઃસ્પૃહ, વિનમ્ર અને સરળ વિભૂતિ તેઓ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રબોધ્યા પ્રમાણેનું જીવન જીવી ગયા. જૈન સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ નિઃસ્પૃહ, વિનમ્ર અને સરળ વિભૂતિ હતા.
| વસંતરાય દલીચંદ શેઠ, પાલિતાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org