________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૪ ૭.
૧૪૭,
રમણભાઈ એટલે સર્વત્ર શુભ દર્શિતા
I પૂજ્ય આચાર્ય પ્રધુમ્નસૂરિશ્વરજી મહારાજ સાહેબ શ્રી અહંતુ શાસનની પ્રીતિ જીવને સરળતા શીખવે છે. આવી સરળતા વિદ્યાની સાથે કેવી શોભે છે. તે (અહંકારને બદલે તે આવી હતી) શ્રી રમણભાઈમાં દેખાતું હતું.
શ્રી રમણભાઈ ગયા.
આ સંસારે આવવાનું કે જવાનું નવું નથી પણ આવવાના અને જવાની વચ્ચે તેઓ કશુંક વિનશ્વર કોઈકની પાસેથી મેળવે છે તેમાં પોતાનું ઉમેરે છે અને પછીનાને માટે તે કેટલું મૂકી જાય છે તે વિત્તનું મૂલ્ય છે. કો'ક તો એવું મૂકી જાય છે કે ચલ શબ્દ સંપૂર્ણપણે પોતાના અર્થને સાર્થક કરે તેવા યુગમાં પણ તે બળ પ્રેર્યા જ કરે. આત્માના અવાજને અનુસરીને જીભથી કે કલમથી જે સૂવે, ઝરે, બોલાય કે લખાય તે અનેકને તમસુ-તિમિરમાંથી ઉગારી લે છે. આજુબાજુનો પ્રદેશ ઝળાંહળાં થઈ રહે તેવા અજવાળાં તે પાથરી જાય છે. યુગો સુધી તે અજવાળું આથમતું નથી. આવા અજવાળાંનો મહિમા છે.
ગુણ પક્ષપાત–ગુણ ગ્રાહકતા-ગુણાનુરાગિતા આવા શબ્દો કે શબ્દગુચ્છો શબ્દકોશમાં સચવાયેલાં મળે છે. તે તો જડ રૂપે ભાસે છે પણ જ્યારે એક જીવંત વ્યક્તિમાં તે શબ્દ સાકાર થયેલો દીસે છે ત્યારે તે દીવામાંથી બીજા દીવાને પેટાવવાનું સામર્થ્ય જણાય છે અને તેનાથી દીવો પ્રગટે પણ છે, એમ એક ઉત્તમ પરંપરા પ્રસ્થાપિત થાય છે અને તે અનામી હોય છે.
રમણભાઈમાં આવા “સ્પાર્ક દેખાયા હતા. કસરત-વ્યાયામથી ખૂબ કસાયેલું ખડતલ શરીર, ધરતી ઉપર જ ચાલવાનો સ્વભાવ એટલે કે વાસ્તવને માનવા-પ્રમાણવાની ટેવ. જ્યાં કાંઈપણ સારું દેખે તે સારાપણાને આવકાર્યા વિના ચેન ન પડે તેવી સૂચિ શુભ દર્શિતા તેમનામાં હતી.
તેઓમાં વિદ્યાનિત શાણપણ પણ ભરપુર હતું. વક્તવ્ય પણ મુદ્દાસર અને ટુ ધ પોઈન્ટ આપતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org