________________
૧૪૮
શ્રુત ઉપાસક રમણભાઈ
તો “પ્રબુદ્ધ જીવનમાં પહેલા પાને ક્યારેક કોઈક સુયોગ્ય વ્યક્તિની જીવનરેખા, તો ક્યારેક સાંપ્રત ઘટનાની સમાલોચના, બધા જ મુદ્દાને આવરી લેતું એ લખાણ તટસ્થ ગણાતું હતું. ક્યાંય અતિશયોક્તિમાં ન સરી પડાય. ક્યાંય ન્યાય ન ચૂકી જવાય તેની તકેદારી પૂર્વકનું એ લખાણ વારે વારે વાંચવું ગમે તેવું હોય છે.
આ તો બધી વાત બહિરંગ પ્રવૃત્તિમાં જણાતા સમજ-વ્યક્તિત્વની થઈ તે સાથે જ સ્વભાવ-વ્યક્તિત્વ પણ એવું જ મુલાયમ હતું. તેમને કોઈ બાહ્ય ઘટાટોપથી અંજાતા કદી જોયા નથી.
અમારે અમદાવાદમાં એક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વ્યક્તિત્વ અને કૃતિત્વ વિષયક પરિસંવાદ (સેમિનાર) યોજવાની વાત ચાલતી હતી. તેઓ મહાવીર વિદ્યાલય તરફથી એ યોજવાના હતા.
તેમાં મારે ઉપસ્થિત રહેવું તેવો તેમનો આગ્રહ હતો. વાતચીતમાંથી જ મારી અંગત મુશ્કેલીઓનો તેઓ અણસાર પામી ગયા. મને એક-બે વાક્યથી જ બોજા વિનાનો/હળવો કરી દીધો. બુદ્ધિમાનના લક્ષણમાં આવે છે કે તે નિરાગ્રહી હોય છે.
बुद्धेः फलमनाग्रहः બુદ્ધિનું ફલ અનાગ્રહપણું છે. તે તેમનામાં હતું. પછી અમારે તો લગભગ દર વર્ષે ભાવનગર, જેસર, જામનગર એમ સાતેક વર્ષ એકાદ ગ્રન્થને અનુસરીને વાચના રાખવાનો ક્રમ જારી રહ્યો. સાથે મિત્રોને લાવે. તેમાં ગુલાબચંદ કરમચંદ કરીને તેઓના મિત્ર હતા, તે ગ્રન્થ ગત શ્લોકના હાર્દને-મર્મને તુર્ત પામી જતાં એવી બુદ્ધિની સાથે તેમની સંવેદનશીલતા પણ તીવ્ર હતી.
પ્રસંગ એવો બન્યો કે જેસરમાં ભાદરવા મહિનામાં બપોરે વાચના ચાલતી હતી તેમાં સાધ્વીજી મહારાજનું ગ્રુપ પણ શ્રવણ માટે આવતું. એ સાધ્વીવૃન્દમાં અમારા બા મહારાજ પણ હાજર હોય.
એકવાર બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બારણામાંથી સૂર્યનો તડકો મારા ઉપર આવતો જોયો અને બા મહારાજ બોલ્યા-આવો તાપ આવે છે તો બારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org