________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૪૯
બંધ કરો ને !
આ વાક્યનું ઉચ્ચારણ અને બારણું આડું કરવાની ક્રિયાની વચ્ચે ગુલાબચંદભાઇની આંખમાં અશ્રુબિંદુ સરી પડ્યું. મારી નજરમાં એ આવ્યું ! માતાના હૃદયમાં છલકાતાં વાત્સલ્યના દર્શનથી એ આંસુ ધસી આવ્યા એવું મને લાગ્યું. આવા મિત્રોનું વૃન્દ તેઓને વિંટળાઈને રહેતું. મિત્રો નભાવવાની કળા તેમને સહજ હતી. જેન યુવક સંઘ જેવી સંસ્થાને સફળ રીતે ચલાવવાનો તો આ કીમિયો હતો.
તેઓ ચોક્કસ નક્કર કાંઈક મૂકી ગયા છે. શું શું મૂકી ગયા છે તે તો પ્રચ્છન્ન ગુપ્ત ધનમૂડીની જેમ ધીરે-ધીરે પ્રકાશમાં આવશે.
તારાબહેન પણ તેઓની સાથે મળhવન સંયોગ ની જેમ શોભતા હતા. દંપતી તે જ સાચા છે જે પરસ્પરના પૂરક બની રહે છે, તે વાક્ય અહીં ચરિતાર્થ થયેલું જોવા મળે છે.
તેઓ પાસે એક માગણી કરવાનું મન રહ્યા કરતું હતું કે રમણભાઈ! તમે માત્ર પાદરાના સંસ્મરણો આપીને તમારી સાદી છતાં સુંદર લેખનશૈલીનો સ્વાદ ચખાડીને બંધ થઈ જાવ તે કેમ ગમે ! સંપૂર્ણ આત્મકથા આપો ને ! તમે કરેલી અભિવ્યક્તિ કેવી તો રસાળ હોય છે કે વાચક તેમાં તણાતો જ જાય અને બધું ચિત્રાત્મક રીતે ચક્ષુગોચર થયાં જ કરે વા ટન (એક દાણો ભાતનો જોવાથી સમગ્ર તપેલીના બધા દાણાની સમજ પડે છે તેમ) ન્યાયે તમારા પિતાજીની વાત કરતાં કરતાં તે સમયના પાદરાને તમે તાજું કરી આપ્યું. તમે એ બધું લખતાં-લખતાં પાછા પાદરાના પાદરમાં જીવતાં થઈ ગયા હશો એ ક્ષણોએ તમારામાં કેટલો આનંદ ભર્યો હશે એ કલ્પનાથી પણ રોમાંચ થાય છે. હાલની નવી પેઢીને તો આ બધી ગયા જનમની વાત લાગે તેવું એ બધું વર્ણન હતું.
ઘણું બધું લખ્યું, ઘણું છપાવ્યું પણ બધો તેના ઉપર હક્ક, હિસ્સો ન રાખ્યો. વિશ્વના ચોગાનમાં ખુલ્લું મૂકી દીધું.
રમણભાઈ ! તમારી અક્ષરસંપદા જ્યાં સુધી છે ત્યાં સુધી તમે જીવતાં છો અને અમારી વચ્ચે જ છો.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org