________________
૧૫૦
શુત ઉપાસક રમણભાઈ
ગુણગ્રાહી દષ્ટા : ડૉ. રમણભાઈ
| પૂ. આચાર્ય વિજયશીલચન્દ્રસૂરી મહારાજ સાહેબ વિ. સુશ્રાવક ડૉ. રમણભાઈ શાહનું અવસાન થવાથી સાહિત્યજગતમાં તથા જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે. મૂળે જૈન સમાજમાં વિદ્વાનો બહુ જૂજ, તેમાં પણ પોતાના વિષયના નિષ્ણાંત હોવા ઉપરાંત અનેકવિધ વિષયોનો ઊંડો-ગાઢ પરિચય રાખી જાણે તેવા વિદ્વાન તો રમણભાઈ જેવા ગણ્યાગાંઠ્યા જ. ખરું કહું તો રમણભાઈ એ આ પ્રકારના છેલ્લા જૈન વિદ્વાન છે. એમના જવા સાથે એમના પ્રકારના વિદ્વાનોનો યુગ સમાપ્ત થયો છે, એમ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી જણાતી. - વિદેશ જનારા જૈન વ્યાખ્યાતાઓ તથા વિદ્વાનો ઘણા હશે/છે. પણ એક નિસ્પૃહ, શ્રદ્ધાસંપન્ન અને સમતોલ માનસ ધરાવનારા જેન પ્રવકતા તરીકે વિદેશોમાં (તેમ જ દેશમાં પણ) શ્રી રમણભાઈની પ્રતિભા જેવી ઉપસેલી, તેવી ભાગ્યે જ કોઈની હશે.
રમણભાઈનો મોટો ગુણ તે તેમની ધર્મશ્રદ્ધા તથા ધર્મનિષ્ઠા છે. દુનિયા અને દુનિયાદારી સાથે તેમ જ દુનિયાના વિવિધ ધર્મપંથો તેમ જ ધાર્મિક માન્યતાવાળા વર્ગ સાથે જીવંત સંપર્ક હોવા છતાં જૈન ધર્મશાસન પ્રત્યેની તેમની નિષ્ઠા તથા ધર્મપરાયણતા અવિચલ અને નિરંતર જળવાઈ હોવાનું જાણવા મળે છે, જે ખૂબ આનંદ તથા અચંબો જન્માવે છે.
તેમના ધર્મ અને શાસ્ત્રીય વિષયોના લેખો તથા ગ્રંથોનું પ્રમાણ તો વિપુલ છે જ. પણ તે સિવાયના તેમના પ્રવાસવર્ણન વગેરે સાહિત્યિક વિષયોના લખાણોમાં પણ તેમનો હકારાત્મક અભિગમ તથા મધ્યસ્થ કે સમતોલ વલણ સર્વત્ર જોવા મળે છે. ગુણાગ્રાહક દૃષ્ટિ, સદાચાર અને સુસંસ્કારને પોષે તેવી પ્રસ્તુતિ-એ તેમનાં લખાણોનો વિશેષ ગણાય.
અમે તો આ ચાતુર્માસ પછી તેમને અમદાવાદ બોલાવવા અને તેમનું ગૌરવ કરવું-એવો કાર્યક્રમ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા હતા. પણ એટલામાં જ તેમના અવસાનના સમાચાર મળ્યા ! કાળસત્તા જ બળવતી છે એ વધુ એકવાર સમજાયું.
એમના સગત આત્માને શાંતિ મળો તેવી પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org