________________
શ્રુત ઉપાસક રમણભાઈ
શ્રી ર. ચી. શાહ : એક પરિચય
] પૂ. આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ મહારાજ સાહેબ
શ્રી રમણલાલ ચી. શાહના લેખો-પુસ્તકો અને સાહિત્યિક પ્રવૃત્તિથી તો વર્ષોથી વાકેફ હતો. તેઓ સારા વક્તા છે એવું પણ સાંભળેલું.
મારી ગણિપદવી પ્રસંગે એમને પધારવા મેં લખેલું. પત્રનો ઉત્તર આપવા માટે તેઓ હંમેશાં અપ્રમત્ત રહેતા. સમયસર એમનો ઉત્તર મળી જ જાય. તેઓનો જવાબ આવ્યો કે આપ વાવ ચાતુર્માસ છો અને અમે એ ત૨ફ જાત્રા કરવા આવીએ છીએ.
૧૫૧
વિ. સં. ૨૦૪૮ માં વાવમાં સર્વ પ્રથમ એમની રૂબરૂ મુલાકાત થઈ, સાથે તારાબહેન અને બીજા પરિચિતો હતા.
ગણિપદવી પ્રસંગે પણ તેઓનું પ્રવચન સાંભળવા મળ્યું. આ પછી તો લાંબો સમય પત્રની આવન-જાવન ચાલતી રહી. મુંબઈ ચાતુર્માસ વખતે ફરી રૂબરૂ મળવાનું થયું. આ વખતે મારે શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા દ્વારા લખાયેલા ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' ભાગ-૧-૨-૩નું પુનઃ સંપાદન કાર્ય ચાલુ હતું. મેં કાપડિયાના પુત્રો વગેરે બાબત માહિતી માગી. એમણે કહ્યુંઃ એમના પુત્રો જોડે મારે ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસના ભાગોના પુનઃ પ્રકાશન માટેની શ્રી કાપડિયાના પુત્રોની લેખિત સંમતિ પણ શ્રી શાહે મેળવી મોકલી આપી.
બીજાને સહાયરૂપ બનવાનું વલણ મૂળથી જ એમના સ્વભાવમાં જોડાયું લાગે છે. એમના પ્રવાસવર્ણન અને જીવનચરિત્રનાં પુસ્તકોમાંથી ઘણું જાણવા મળતું. રૂબરૂ અને પત્રથી પણ એમના આગામી પુસ્તક વિષે પૂછપરછ થતી. શ્રી ૨. ચી. શાહ એમનાં પુસ્તકો અમને મોકલતા રહેતા. જ્યારે જે પણ પુછાવીએ તે માટે ઉત્ત૨ પણ યથાયોગ્ય મોકલતા રહેતા.
ગયા વર્ષે શ્રી કાપડિયાના ‘જૈન સંસ્કૃત ઇતિહાસ' ભાગ-૧-૨-૩ ના વિમોચન પ્રસંગે આવવા મેં જણાવેલું. સ્વાસ્થ્યના કારણસ૨ તેઓ આવી ન શક્યા. જો કે એમનો પત્ર આવ્યો કે–સ્વાસ્થ્ય સારું નથી રહેતું એટલે વાલકેશ્વરથી મુલુંડ (દીકરીનું ઘર નજીક હોવાથી) રહેવા આવ્યો છું. આ પછી ગુજરાત સમાચારમાં એમના અવસાન અને જીવન-કવન વિષે વાંચ્યું.
શ્રી ૨. ચી. શાહના જવાથી એક શ્રદ્ધાળુ અને જ્ઞાની પુરુષની ખોટ પડી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org