________________
૧૫ ૨
ચુત ઉપાસક રમણભાઈ
જ્ઞાનારાધક સુશ્રાવક સ્વ. રમણભાઈ
| પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્ર મહારાજ સાહેબ સુશ્રાવક શાસનસેવી શ્રી રમણલાલભાઈના અવસાનના ખબર પેપરમાં વાંચતાં જ એક અફસોસની લાગણી મનમાં જાગેલી. બાળ સંસ્કાર શિબિર વગેરેમાં વ્યસ્ત હોવાથી હું તરત પત્ર ન લખી શક્યો, પણ તે પછી દરરોજ તેમનું સ્મરણ રહ્યા કર્યું છે. - વર્તમાન કાળે જે શ્રાવકરત્નો જિનશાસનમાં ચમકી રહ્યા છે તેમાંના એક એવા રમણભાઈના અનેક સદ્ગણો ક્યારેય વિસ્મૃત નહિ થાય. ભરપૂર સ્વાધ્યાય, દીર્ઘ જ્ઞાનોપાસના, ઊંડી શ્રદ્ધા, સુંદર મધ્યસ્થ દૃષ્ટિ, વૈચારિક ઉદારતા વગેરે તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હતી.
પાછલાં થોડાં વર્ષોમાં “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસાર' જેવા ગ્રંથોનું પરિશીલન ચાલ્યું એ તેમની જ્ઞાનસાધનાનું સુયોગ્ય અંતિમ ચરણ જાણે બની રહ્યું. “પ્રબુદ્ધ જીવનને નવો ઘાટ આપીને એક અદ્ભુત કાર્ય કર્યું. | તારાબેન પણ રમણભાઈના જ્ઞાનોપાસનાના ક્ષેત્રે અને શ્રાવક જીવનના ધર્મપાલનના ક્ષેત્રે તેમના સાથી-સહયોગી બની રહ્યાં એ વાત તેમના વિયોગ કાળે તેમને ખૂબ જ શાતાદાયક નીવડશે.
દિવંગતની વિકાસયાત્રા આગળ વધતી રહો એ જ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org