________________
૧૪ ૬
શ્રુત ઉપાસક રમણભાઈ
સુશ્રાવક પ્રોફેસર ડૉ. રમણભાઈ શાહ
I પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મહારાજ સાહેબ
રમણભાઈ સાથે મારે લગભગ ૨૫ વર્ષથી નિકટનો પરિચય રહ્યો છે. ચારૂપ તીર્થમાં સાહિત્ય સમારોહની ઉજવણી તેમણે અમારા સાંનિધ્યમાં લગભગ ૧૮ વર્ષ પૂર્વે કરી હતી. આગમની વાચના માટે પણ એ ખાસ આવતા હતા. એમના વિદુષી ધર્મપત્ની તારાબહેન પણ ઘણીવાર સાથે હોય. - રમણભાઈની વિશેષતા એ હતી કે એ વિવિધ વિષયોના તલસ્પર્શી અભ્યાસી, જાણકાર તથા વિદ્વાન હોવા ઉપરાંત ખૂબ ખૂબ સમન્વયવાદી હતા. જૂના અને નવા વિચારના વર્ગમાં એ સેતુરૂપ હતા. શ્રદ્ધા-જ્ઞાન અને સમ્યક્ આચરણ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના નિધનથી ગંભીર ચિંતક, બહુશ્રુત, વિશાળ અનુભવી, સખ્તવયવાદી, વિદ્વાનની જૈન સંઘમાં મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો.
* * *
- એક બહુમુખી વ્યક્તિત્વની ચિરવિદાય છેલ્લા લગભગ પાંચ દાયકાથી સાહિત્ય, જૈન પત્રકારત્વ, જૈન તત્ત્વજ્ઞાન અને મુંબઈ જૈન યુવક સંઘ, પ્રબુદ્ધ જીવનના પ્રકાશનમાં તથા જૈન ધર્મનાં ઉચ્ચ શિક્ષણમાં જેમનો સિંહફાળો હતો તેવા આદ. મુરબ્બી શ્રી રમણભાઈ ચી. શાહની ચિરવિદાયથી સમસ્ત સંસ્કારપ્રેમી સમાજને અને મુંબઈ જૈન સમાજમાં એક અપૂરણીય ક્ષતિ ઉભી થઈ છે. ઇ. સ. ૧૯૮૧ માં કોબાની સંસ્થાના ખાતમુહૂર્તની વેળાએ, સર્વશ્રી ચી. ચ. શાહ અને દુર્લભજીભાઈ ખેતાણી સાથે તેઓ હાજર હતા અને ત્યાર પછી મુંબઈ, સાયલા, પાલીતાણા અને ધરમપુર મુકામે તેઓનો પણ સમાગમ રહ્યો.
તેમના બહુમુખી વ્યક્તિત્વમાંથી નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરીને જીવનને ઉન્નત બનાવે તે જ તેમની સાચી શ્રદ્ધાંજલિ ગણી શકાય. ૐ શાંતિ ૐ શાંતિ
|| પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org